Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
 
                                                    બજારોમાં ટ્રાફિક જામઃ વાહનોની ખરીદીમાં ધસારો
ખંભાળિયા તા. ર૦: ખંભાળિયામાં દિવાળીના શહેરોમાં ખરીદી કરવા ગ્રામ્ય પંથક તથા શહેરના લોકો ઉમટી પડતા બજારોમાં ટ્રાફિક જામની સ્થિતિ થઈ ગઈ હતી.
વિશાળ સંખ્યામાં લોકો પગાર, એરિયર્સ, બોનસ વિગેરે મળી ગયું હોય, મીઠાઈની દુકાનો, ડટાકડાની દુકાનમાો, રંગોળીની રેંકડીઓ પર, ચપ્પલ-બૂટની દુકાનો પર, ઈલેક્ટ્રીક વસ્તુઓ ટી.વી. તથા વાહનો ખરીદવા લોકો ઉમટી પડ્યા હતાં. જીએસટીમાં ઘટાડાના પગલે વાહનોના ભાવો ઘટતાતા કાર, ટ્રેક્ટર, બાઈક ખરીદવા પણ મોટો ધસારો જોવા મળતો હતો.
ગત્ વર્ષના પ્રમાણમાં ફટાકડા મોંઘા હોવા છતાં પણ વિવિધતા વશ ફટાકડાનું પ્રમાણ વધુ હોય, લોકો મોટી સંખ્યામાં ફટાકડા ખરીદતા થયા હતાં તો ઓનલાઈન શોપીંગની ડિલિવરીવાળા પણ સવારથી રાત્રી સુધી વિશાળ .માલની વહેંચણી કરવા મંડ્યા હતાં.
બેંકોમાં કતારો
શનિવારે બેંકોનો છેલ્લો દિવસ હોય, ૧૯/૧૦ થી ર૬/૧૦ સુધી આઠ દિવસ સુધી બેંકો બંધ હોવાથી લોકો શનિવારે પૈસા ઉપાડવા ઉમટી પડ્યા હતાં, તો શનિવારે-સોમવારે ગ્રાહકો પૈસા લેવા એટીએમમાં ઉમટતા અનેક એટીએમમાં પૈસા ખાલી થઈ ગયા હતાં તો નવી નોટો લેવા માટે પણ પાપડી થતી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial
 
  