Advertisement
Author: નોબત સમાચાર

વંદે માતરમ્ ગીતના ૧૫૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે યોજાયો સમૂહગાન કાર્યક્રમ

જામનગર શહેર ભાજપ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામનગર શહેર ભાજપ દ્વારા વંદે માતરમ્ ગીતના ૧૫૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો હતો.

ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર દ્વારા વંદે માતરમ્ સામૂહિક ગાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તબક્કે શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, મેયર વિનોદ ખીમસુરીયા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, પ્રદેશ નિરીક્ષક રાજુભાઈ શુકલ, વંદના મકવાણા, પ્રકાશભાઈ બાંભણીયા, વિજયસિંહ જેઠવા, પૂર્વ પ્રમુખ વિમલભાઈ કગથરા, શાસક પક્ષ નેતા આશિષ જોશી, શિક્ષણ સમિતિ ચેરમેન પરસોત્તમ કકનાણી સહિત શહેર સંગઠનના હોદ્દેદારો, મોરચાના પ્રમુખો, હોદ્દેદારો ઈત્યાદિ ઉપસ્થિત રહ્યા હતા.

વંદે માતરમ્ ગીતની રચના બંકિમચંદ્ર ચટોપાધ્યાયે ૧૮૭૫માં કરી હતી. સૌ પ્રથમવાર આ ગીત તેમની પ્રખ્યાત બંગાળી નવલકથા 'આનંદ મઠ'માં પ્રકાશિત થયું હતું. મૂળરૂપે આ ગીત સંસ્કૃત અને બંગાળી ભાષાના મિશ્રણથી બનેલું છે. 'વંદે માતરમ્'નો અર્થ છે કે 'હે માતા હું તમને વંદન કરૃં છું' આ ગીત ભારત માતાની સ્તૂતિ છે. ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ દરમ્યાન 'વંદે માતરમ્' એક લોકપ્રિય સૂત્ર અને પ્રેરણાનો સ્ત્રોત બન્યું હતું. તે સૌપ્રથમવાર ૧૮૯૬માં કોલકાતા અધિવેશનમાં રવીન્દ્રનાથ ટાગોર દ્વારા ગવાયું હતું. ૧૯૦૫માં બંગાળના ભાગલા વિરૂદ્ધના આંદોલનમાં આ ગીત રાષ્ટ્રીય સૂત્ર બની ગયું હતું. ભારતની બંધારણ સભા દ્વારા ૨૪ જાન્યુઆરી ૧૯૫૦ના તેને રાષ્ટ્રીય ગીત તરીકે અપનાવવામાં આવ્યું. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું કે તેને રાષ્ટ્રગાન 'જન ગણ મન' જેટલો જ આદર મળવો જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh