Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા લોકમેળાના પ્લોટની હરાજીમાં મોટા પાયે ગેરરીતિ

".....હૈ, તો મુમકીન હૈ...!!

                                                                                                                                                                                                      

જામનગર તા. રરઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ મહિનામાં લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્લોટની હરાજીમાં મોટાપાયે ગેરરીતિ થઈ હોવાનો અને રૂ. ૪૧ લાખની રકમ મનપામાં જમા કરાવ્યા વગર એક આસામીએ મેળામાં કમાણી કરી લીધી હોવાનો આધાર-પુરાવા સાથે વિરોધ પક્ષ કોંગ્રેસે પર્દાફાશ કરતા ભારે ચર્ચા જાગી છે.

મનપા વિરોધ પક્ષના નેતા ધવલભાઈ નંદા, કોંગ્રેસના શહેર પ્રમુખ દિગુભા જાડેજા, વિપક્ષના પૂર્વ નેતા અને સિનિયર કોર્પોરેટર અલ્તાફભાઈ ખફી, આનંદ ગોહિલે આ કૌભાંડ અંગે વિગતો આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાએ સત્તાવારરીતે જાહેર કર્યું હતું કે, મેળાના આયોજનમાં હરાજીથી મનપા તંત્રને રૂ. ર કરોડ ૭ લાખની આવક થઈ છે, પણ એકાઉન્ટ્સ વિભાગમાં તપાસ કરતા જાણવા મળ્યું કે મનપાની નીતિરીતિમાં ર૪-૮-ર૦રપ મેળાના અંતિમ દિવસ સુધી રૂ. ૧ કરોડ ૬૬ લાખ જમા થયા છે, જેથી બાકીના ૪૧ લાખ રૂપિયા કોના બાકી છે? અથવા ક્યાં ગયા? તેવા પ્રશ્નો થતા એવું જાણવા મળ્યું કે એક આસામીએ પ્લોટ માટે રૂ. ૪૧ લાખનું ટેન્ડર ભર્યું હતું, તે ટેન્ડર મંજુર થયું, પણ આ ભાઈએ ટેન્ડરની સૌ પ્રથમ અને ફરજિયાત જોગવાઈ મુજબ અર્થાત્ ડિમાન્ડ ડ્રાફ્ટથી રૂ. ૪૧ લાખ જમા કરાવવાની કોઈ દરકાર કરી નહીં... ટેન્ડરની શરતનો ભંગ થતો હોવા છતાં મનપાએ તેને પ્લોટ ફાળવી દીધો, તેમણે મેળામાં ધંધો કરી લાખ્ખોની કમાણી પણ કરી લીધી... તેમ છતાં મનપા તંત્રએ કોઈ પગલાં લીધા નહીં.

વિરોધ પક્ષે એવો સવાલ ઊઠાવ્યો કે જો ટેન્ડરની શરત મુદ્તમાં રકમ જમા ન કરાવી તો ત્યારપછીના ભાવવાળા આસામીને શા માટે પ્લોટ ફાળવણીની પ્રક્રિયા કરવામાં આવી નહીં, શા માટે ડીડીથી રૂ. ૪૧ લાખ જેવી માતબર રકમ જમા કરાવી નહીં. તો પણ પ્લોટ ફાળવણી કરી દેવામાં આવી?

આ પ્રકરણ પ્રકાશમાં આવતા આ આસામીએ મનપાના ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય વગ ધરાવતા અગ્રણીની ભલામણથી પાર્ટ પેમેન્ટ કર્યું. એટલું જ નહીં, જે નામથી ટેન્ડર ભરાયું, મંજુર થયું તે વ્યક્તિએ ડિમાન્ડ ડ્રાફ્ટ તો આપ્યો જ નહીં, પણ કોઈ અન્ય જ વ્યક્તિના ખાતાનો ચેક આપી દીધો... આથી અનેક રીતે મનપાતંત્રએ ગોબાચારી ચલાવી... અને મોટાપાયે કૌભાંડ સર્જાયું અને મનપાની આવકને મોટું નુક્સાન થયું છે. આ પ્રકરણમાં જાણવા મળતી વિગતો પ્રમાણે મનપાના કોઈ અધિકારીએ આ વ્યક્તિ સાથે મેળામાં ધંધો કરવા ભાગીદારી કરી હોવાની શક્યતા છે.

વિરોધ પક્ષના નેતાની આગેવાનીમાં આ અતિ ગંભીર પ્રકરણમાં જવાબદાર ઉચ્ચ અધિકારી સામે નોકરીમાંથી હકકાલપટ્ટી કરવા સુધીના કડક પગલાં ભરવાની ઉગ્ર માગણી કરી છે. ટેન્ડર પ્રક્રિયામાં અને પ્લોટ ફાળવણી માટેની કમિટીમાં ભાજપના બે નગરસેવકો પણ હોય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh