Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈકિવટી લિન્કડ સ્કીમ, રેલવે ટિકિટ બુકીંગ અને બેન્કને લગતા નિયમો સહિત
નવી દિલ્હી તા. ૧: આજથી ઓકટોબર મહિનાની શરૂઆત સાથે ઘણાંં નાણાકીય અને બિન-નાણાકીય ફેરફારો અમલમાં આવવાના છે. આ મહિનામાં યુનિફાઈડ પેમેન્ટસ ઈન્ટરફેસ (યુપીઆઈ) થી લઈને રેલવે ટિકિટ બુકિંગ સુધીના ફેરફારોનો સમાવેશ થાય છે. આ ફેરફારોની સીધી અસર સામાન્ય લોકો પર પડશે.
આજથી આઠ જેટલા ફેરફારો થઈ રહ્યા છે. તેની અસર સામાન્ય જનતાને થવાની છે. આજથી નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ) ફોનપે, ગૂગલ પે અને પેટીએમ જેવા યુપીઆઈ પ્લેટફોર્મ પર પર્સન-ટુ-પર્સન કલેકટ રિકવેસ્ટ અથવા પુલ ટ્રાન્ઝેકશન સુવિધા બંધ કરશે. આનો અર્થ એ છે કે તમે હવે કોઈની પાસેથી પૈસાની વિનંતી કરી શકશો નહીં. આ પગલું યુઝર સુરક્ષા વધારવા અને ઓનલાઈન છેતરપિંડીને રોકવા માટે છે.
બિન-સરકારી સબ્સ્ક્રાઈબર્સ હવે મલ્ટીપલ સ્કીમ ફ્રેમવર્ક હેઠળ ઈકિવટી-લિંકડ સ્કીમ્સમાં તેમની પેન્શન સંપત્તિના ૧૦૦ ટકા સુધીનું રોકાણ કરી શકશે. અગાઉ આ મર્યાદા ૭૫ ટકા હતી. પીઆરએએન (કાયમી નિવૃત્તિ એકાઉન્ટ નંબર) ખોલવા અને જાળવવા માટેની ફીમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. સરકારી કર્મચારીઓ માટે ઈ- પીઆરએએન કીટની કિંમત ૧૮ રૂપિયા અને ભૌતિક પીઆરએએન કાર્ડની કિંમત ૪૦ રૂપિયા હશે. ખાનગી અને સરકારી ક્ષેત્રના એનપીએસ સબ્સ્ક્રાઈબર્સ માટે ફી અલગ અલગ હશે.
પહેલી ઓક્ટોબરથી ઓનલાઈન રિઝર્વેશન વિન્ડો ખુલ્યા પછી પ્રથમ ૧૫ મિનિટ માટે ફક્ત આધાર-ચકાસાયેલ યુઝર્સ જ આરક્ષિત ટિકિટ બુક કરાવી શકશે. આ નિયમનો દુરુપયોગ અટકાવવા અને બુકિંગને સુવ્યવસ્થિત કરવા માટે જાહેર કરવામાં આવ્યો છે.
પારદર્શિતાને પ્રોત્સાહન આપવાના પ્રયાસમાં પહેલી ઓક્ટોબરથી ઓનલાઈન ગેમિંગ નિયમો પણ બદલાશે. આમાં વય મર્યાદા અને લાઈસન્સિંગ આવશ્યકતાઓ સંબંધિત નિયમોનો સમાવેશ થાય છે.
જાહેર ક્ષેત્રની પંજાબ નેશનલ બેન્ક પહેલી ઓક્ટોબરથી તેના લોકર અને અન્ય સેવાઓ માટે ફીમાં વધારો કરશે. આનાથી બેન્કમાં લોકર રાખવાનું મોંઘુ થશે. નોંધણી ફી પણ વધશે.
પહેલી ઓક્ટોબરથી પોસ્ટલ વિભાગ દ્વારા સ્પીડ પોસ્ટ મોકલવાનો ખર્ચ વધુ થશે. કારણ કે વિભાગ આ સેવા માટે ફી વધારી રહૃાું છે. વધુમાં સ્પીડ પોસ્ટને ઓટીપી-આધારિત ડિલિવરી સિસ્ટમ સાથે સંકલિત કરવામાં આવશે. આનો અર્થ એ છે કે પ્રાપ્તકર્તાની ચકાસણી થયા પછી જ સ્પીડ પોસ્ટ પહોંચાડવામાં આવશે.
ઝડપી ચુકવણી તરફ એક મોટું પગલું ભરતા આરબીઆઈ ચોથી ઓક્ટોબરથી સતત ચેક ક્લિયરિંગ સુવિધા શરૂ કરશે. અહેવાલો અનુસાર, આ સુવિધા બે તબક્કામાં લાગુ કરવામાં આવશે. પહેલો તબક્કો ચોથી ઓક્ટોબરથી બીજી જાન્યુઆરી ૨૦૨૬ સુધી ચાલશે. બીજો તબક્કો ૩ જાન્યુઆરી ૨૦૨૬થી શરૂ થશે.
ઓક્ટોબરમાં બેન્કો ૨૧ દિવસ બંધ રહેશે, જેમાં દશેરા, દિવાળી અને છઠ્ઠ પૂજા જેવા તહેવારોનો સમાવેશ થાય છે. જોકે, આ રજાઓ રાજ્ય પ્રમાણે અલગ અલગ હશે. તેથી લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમની બેંકિંગ પ્રવૃત્તિઓનું આયોજન તે મુજબ કરે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial