Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહાવીર સ્વામી જન્મ કલ્યાણક નિમિત્તે ભવ્ય રથયાત્રાઃ દેરાસરોમાં ધાર્મિક કાર્યક્રમો

અવનવી વેશભૂષા સાથે લાઈવ રંગોળીએ જમાવ્યું આકર્ષણઃ મહાનુભાવોની ઉપસ્થિતિ

                                                                                                                                                                                                      

જામનગરમાં આજે મહાવીર સ્વામીના ર૬ર૪ માં જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વહેલીસવારથી જામનગરના તમામ દેરાસરમાં ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતાં. ત્યારપછી ભવ્ય રથયાત્રા યોજાઈ હતી. આ રથ યાત્રામાં જામનગરના તમામ સંઘ જોડાયા હતાં, જેમાં વિશા શ્રીમાળી તપગચ્છ જૈન સંઘ (પાઠશાળા), જામનગર વિશા ઓશવાળ જ્ઞાતિ, શ્રી પોપટ ધારશી જૈન સંઘ, શ્રી ઓશવાળ કોલોની જૈન સંઘ, શાંતિભુવન જૈન સંઘ પટેલ કોલોની જૈન સંઘ, લાલવાડી જૈન સંઘ, હાલારી વિશા શ્રીમાળી સમસ્ત સ્થાનકવાસી જૈન સંઘ, દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન સંઘ (કામદાર વાડી) સહિતના તમામ સંઘો આ રથયાત્રામાં જોડાયા હતાં. રથયાત્રા વહેલીસવારે ચાંદીબજારથી શરૂ થઈ જામનગર શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી. ત્યારપછી ડીકેવી સર્કલ પાસે આવેલા પેલેસ દેરાસરમાં પૂર્ણ થઈ હતી. આ રથયાત્રામાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર પ્રભુના બે ચાંદીના રથ, જામનગર તથા નાસિકના બેન્ડ, ૧૩ ફૂટના માનવ તેમજ મનોરંજન કરતા કાર્ટુન, બાળ શ્રાવકોની સાયકલ રેલી, વિવિધ પાયશાળાના દીકરા-દીકરીઓની અલગ અલગ વેશભૂષા, અનેક જગ્યાએ લાઈવ રંગોળી બનાવવામાં આવી હતી. બાંધણીની સાડીમાં સજ્જ થઈ બેડા ઉપાડી બહેનોએ અનોખું આ રથયાત્રામાં આકર્ષણ જમાવ્યું હતું. રથયાત્રા ચાંદીબજારથી શરૂ થઈ ત્યારે જામનગર શહેરના ભાજપ શહેર પ્રમુખ બીનાબેન કોઠારી, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન નિલેશભાઈ કગથરા, જૈન સમાજના અગ્રણી ભરતભાઈ વસા, અજયભાઈ શેઠ, ચંદ્રેશભાઈ સહિતના અનેક જૈન અગ્રણીઓ તેમજ મહાનુભાવો, સાધુ-સાધ્વીજી ભગવંતો, તથા જામનગરના તમામ જૈન ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં રથયાત્રામાં જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh