Advertisement
Author: નોબત સમાચાર

એરટિકિટ બુકીંગ કર્યા પછી મુસાફર ૪૮ કલાકમાં કેન્સલ કરાવી શકશેઃ નિર્ધારિત ચાર્જ નહીં લાગે

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ત્રણ મોટા ફેરફાર માટે જનતાના સૂચનો માંગ્યાઃ પ્રસ્તાવ રજૂ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૪: ડીજીસીએ દ્વારા હવાઈ સેવા સંદર્ભે બુકીંગ અને રિફંડ માટે ત્રણ નિયમો સુધારવાનો પ્રસ્તાવ રજૂ કરી મુસાફરોના સૂચનો માંગ્યા છે.

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે (ડીજીસીએ) હવાઈ મુસાફરીમાં કેટલાક નિયમોમાં સુધારો કરવાની તૈયારી કરતાં પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ મહત્વપૂર્ણ ફેરફારો હેઠળ, હવાઈ મુસાફરો ટૂંક સમયમાં બુકિંગના ૪૮ કલાકની અંદર તેમની ટિકિટ રદ કરી શકશે અથવા ફેરફાર કરી શકશે, અને તે પણ કોઈપણ વધારાના શુલ્ક વિના. આ પ્રસ્તાવમાં રિફંડ સંબંધિત મહત્ત્વપૂર્ણ વિગતો પણ સામેલ છે.

એવિએશન રેગ્યુલેટર ડીજીસીએ એ એક પ્રસ્તાવ રજૂ કર્યો છે જેમાં ફ્લાઈટ ટિકિટ કેન્સલેશન અને રિફંડ સંબંધિત નિયમોમાં ફેરફારનો સમાવેશ થાય છે. ડીજીસીએના પ્રસ્તાવ હેઠળ, હવાઈ મુસાફરોને ટૂંક સમયમાં બુકિંગના ૪૮ કલાકની અંદર કોઈપણ વધારાના શુલ્ક વિના તેમની ટિકિટ કેન્સલ કરવાની અથવા મુસાફરીની તારીખ બદલવાની મંજૂરી આપવામાં આવી શકે છે.

પ્રસ્તાવ મુજબ, ટિકિટ કેન્સલ થયા પછી રિફંડની રકમ એરલાઇનના ક્રેડિટ શેલ/વોલેટમાં જમા કરવાની પસંદગી મુસાફરની રહેશે, ડિફોલ્ટ પ્રથા અનુસરવામાં આવશે નહીં.

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (ડીજીસીએ) એ રિફંડ અને કેન્સલેશન અંગે હવાઈ મુસાફરોને લાંબા સમયથી નડતી મુશ્કેલીઓને સરળ બનાવવા માટે આ ડ્રાફ્ટ નિયમો જારી કર્યા છે. નવા પ્રસ્તાવમાં મુસાફરોને બુકિંગ બાદ ૪૮ કલાકનો 'લુક-ઇન' સમયગાળો મળશે, જે દરમિયાન તેઓ કોઈપણ નોંધપાત્ર ફી લીધા વિના તેમની ટિકિટ કેન્સલ કરી શકે છે અથવા તેમાં ફેરફાર કરી શકે છે.

હાલમાં, વિવિધ એરલાઇન્સ ટિકિટ કેન્સલ કરવા માટે પોતાની નિર્ધારિત ફી વસૂલે છે.

ડીજીસીએએ ટિકિટ રદ કરવા અને રિફંડના નિયમોમાં ફેરફારનો જે પ્રસ્તાવ મૂક્યો છે. તે મુજબ જો ટિકિટ ટ્રાવેલ એજન્ટ/પોર્ટલ દ્વારા ખરીદવામાં આવી હોય, તો પણ એરલાઇન્સ રિફંડ માટે જવાબદાર રહેશે. આવા એજન્ટો એરલાઇન્સના નિયુક્ત પ્રતિનિધિઓ છે. એરલાઇન્સ ખાતરી કરશે કે રિફંડ પ્રક્રિયા ૨૧ કાર્યકારી દિવસોમાં પૂર્ણ થાય.

ફ્લાઈટ ટિકિટ રિફંડ સંબંધિત નાગરિક ઉડ્ડયન આવશ્યકતાઓ (સીએઆર) માં આ ફેરફારો કરવામાં આવી રહૃાા છે. ૩૦ નવેમ્બર સુધી તેના માટે ભલામણો અને સૂચનો માંગવામાં આવ્યા છે. હવાઈ મુસાફરો અને ગ્રાહક અધિકાર જૂથો લાંબા સમયથી છેલ્લી ઘડીના ફેરફારો માટે વસૂલવામાં આવતાં ઊંચા ચાર્જની ટીકા કરી રહૃાા છે. તેને તેઓ હિડન પેનલ્ટી તરીકે ઓળખાવી રહૃાા છે. આ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને ડીજીસીએનું આ પગલું અર્થપૂર્ણ ઉકેલ લાવી શકે છે. જોકે આ સુધારો હજુ ડ્રાફ્ટ તબક્કામાં છે, અને સૂચનો મળ્યા પછી અને આખરી ઓપ અપાયા પછી તેના અમલીકરણથી ભારતીય પ્રવાસીઓ એરલાઇન ટિકિટિંગ સિસ્ટમમાં કેવા ફેરફારો આવશે તે જોવાનું રહેશે.

મુસાફરોને લાભકારી  આ ત્રણ ફેરફારોને સમજો

બુકિંગ કર્યા પછી તમારી પાસે ૪૮ કલાકનો લુક-ઈન પીરિયડ હશે. આનો અર્થ એ છે કે જો તમને તમારી ટિકિટ પસંદ ન હોય તો તમે કાળજીપૂર્વક વિચારી શકો છો અને રદ કરી શકો છો. નામની કોઈપણ ભૂલ ૨૪ કલાકની અંદર મફતમાં સુધારી શકાય છે. તબીબી કટોકટીના કિસ્સામાં એરલાઈન રિફંડ પણ આપી શકે છે.  મુસાફરે ટિકિટ સીધી એરલાઈનની વેબસાઈટ દ્વારા બૂક કરાવી હોય કે ટ્રાવેલ એજન્ટ અથવા પોર્ટલ દ્વારા, રિફંડ માટે એરલાઈન જવાબદાર રહેશે. કારણ કે એજન્ટ તેમની એરલાઈનનો એક એકસટેન્શન છે. રિફંડ ૨૧ કાર્યકારી દિવસોમાં જારી કરવું આવશ્યક છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh