Advertisement
Author: નોબત સમાચાર

ઈપીએસ-૯૫ પેન્શનર્સના ચાર દિવસ ધરણાં પ્રદર્શન જામનગરના આગેવાનો જોડાયા

માગણી-રજૂઆતો સરકાર નહીં સાંભળતી હોવાથી નવી દિલ્હીમાં

                                                                                                                                                                                                       

જામનગર તા. ૯: દેશના ઈપીએસ-૯પ પેન્શનર્સ દ્વારા લાંબા સમયથી તેમની માગણી-રજૂઆતો સરકાર સમક્ષ કરી રહ્યા છે. તેમ છતાં સરકાર દ્વારા આ માગણીઓ પ્રત્યે ધ્યાન આપવામાં આવતું નથી. તે સંદર્ભમાં ઈપીએસ-૯૫ પેન્શનર્સ દ્વારા કમાન્ડર અશોક રાઉતના અધ્યક્ષસ્થાને નવી દિલ્હીમાં ચાર દિવસ માટે તા.૧૧-૩ સુધી ધરણાં પ્રદર્શન કાર્યક્રમ યોજાયો છે.

જેમાં જામનગરથી જીઈબીના નિવૃત્ત કર્મચારી મહીધર શુકલ, મજૂર મહાજન સંઘના ગુજરાતના જનરલ સેક્રેટરી પંકજભાઈ જોષી, ડીસીસી કંપનીના વિજયસિંહ જાડેજા, એસ.ટી.ના હરજીભાઈ છત્રાલા આ ધરણાં કાર્યક્રમમાં જોડાયા છે. ઈપીએસ-૯૫ પેન્શનર્સની મુખ્ય માગણીમાં જુનમાં માસિક પેન્શન રૂ।.૭૫૦૦ કરવા તથા મેડિકલ એલાઉન્સની સુવિધા આપવાની છે.

જામનગરના આગેવાનોને જીઈબી નિવૃત્ત કર્મચારી દીપકભાઈ ત્રિવેદી, વ્યાસભાઈ, ટાટા કેમિકલ્સના નિવૃત્ત મનોજભાઈ જેઠવાએ ધરણાં કાર્યક્રમ સફળ થાય તેવી શુભેચ્છા સાથે વિદાય આપી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh