Advertisement
Author: નોબત સમાચાર

રાષ્ટ્રની અંદર રહેલા શત્રુઓ સામે કાયદો, કર્તવ્ય અને કરડાઈ

                                                                                                                                                                                                      

કશ્મીરમાં તાજેતરમાં થયેલ આતંકવાદી હુમલાએ સમગ્ર દેશમાં રોષ, ભય અને ચિંતાનો માહોલ ઊભો કર્યો છે. આવા હુમલાઓ એ માત્ર શારીરિક હિંસા નથી, પણ રાષ્ટ્રની અંદર રહેલી ઘાતકી તાકાતો  જેમ કે આતંકવાદ અને ગેરકાયદેસર ઘૂસણખોરી  સામેની ખામીઓનો પડઘો છે. આવો તો સમજીએ કે કાયદા, સરકારો અને નાગરિકોની ભૂમિકા અહીં કેટલા મહત્વની બને છે, અને શું છે તે કાનૂની દ્રષ્ટિકોણ જેમાંથી દેશની રક્ષા શક્ય છે.

આતંકવાદ  કાનૂની વ્યાખ્યા અને દંડ

આજથી લાગુ થયેલા ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (ભારત દંડ સંહિતાનો પુનર્વતાર) મુજબ આતંકવાદ એ એવો ગુનો છે, જેમાં કોઈ વ્યક્તિ અથવા સંગઠન જાહેર સ્થળે ભયનું માહોલ ઉભું કરવાનું હેતુ રાખે, નાગરિકો કે રાજ્યના અંશોને નિશાન બનાવે અને તંત્ર પર દબાણ લાવવાનો પ્રયાસ કરે. આમાં મૃત્યદંડ સુધી ની જોગવાઈ છે.

વિશિષ્ટ કાયદોઃ વિશિષ્ટ કાનૂન વિરોધી પ્રવૃત્તિ અધિનિયમ (યુ.એ.પીએ.):

જ્યારે વ્યક્તિ કે સંગઠન આતંકી પ્રવૃત્તિમાં સંકળાયેલો હોય, ત્યારે દંડ ઉપરાંત તેની મિલ્કતો જપ્ત થાય છે, અને જામીન મળવાની પણ સંભાવના ઓછી રહે છે.

ઘૂસણખોરી  કાયદેસર અર્થ અને સ્થિતિ

ભારતના બંધારણમાં ઘૂસણખોર માટે સીધી વ્યાખ્યા નથી, પણ વિવિધ કાયદાઓ દ્વારા તેનો અર્થ નિર્ધારિત થયો છેઃ

ી વિદેશી અધિનિયમ, ૧૯૪૬ પ્રમાણે, વિઝા કે પાસપોર્ટ વિના આવેલા અથવા વિઝાની મુદત બાદ રહેતા વિદેશી નાગરિક અનધિકૃત છે.

ી પાસપોર્ટ (પ્રવેશ નિયંત્રણ) અધિનિયમ, ૧૯૨૦ મુજબ સરકારે વિદેશીઓના પ્રવેશ-રહેઠાણ અંગે નિયમો ઘડવાની શક્તિ ધરાવે છે.

ી નગરિકતા અધિનિયમ, ૧૯૫૫ મુજબ, જે વ્યક્તિ ૨૫ માર્ચ ૧૯૭૧ પછી દસ્તાવેજ વિના ભારતમાં આવ્યા હોય, તેઓ નાગરિક તરીકે માન્ય નથી.

ી શરણાર્થીઓ માટે ઝ્રછછ, ૨૦૧૯ અંતર્ગત, હિંદુ, બૌદ્ધ, જૈન, શીખ, પારસી અને ઈસાઈ સમાજના લોકોને જે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને મ્યાનમારથી આવ્યા છે અને ૩૧ ડિસેમ્બર ૨૦૧૪ પહેલાં આવ્યા છે, તેમને નાગરિકતાની છૂટ છે  પણ તે પણ નિયમિત પ્રક્રિયા બાદ જ.

કેવી રીતે ઓળખાય છે ગેરકાયદેસર ઘૂસણખોરો?

ી માન્ય પાસપોર્ટ/વિઝા ન હોવું.

ી એફ.આર.આર.ઓ., સ્થાનિક પોલીસ અને ગુપ્તચર વિભાગ દ્વારા ઓળખ કામગીરી.

ી એન.આર.સી. અથવા વસ્તી સર્વે દ્વારા ઓળખ.

ી કોર્ટ દ્વારા અધિકૃત વિદેશી જાહેર કરવાના પગલાં.

ી માન્ય નોટિસ, જવાબ આપવાનો અવકાશ અને અપીલનો અધિકાર  એટલે કાયદેસર પ્રક્રિયા જરૂરી છે.

ઉચ્છેદ કાનૂની પદ્ધતિ અને માનવ અધિકાર

ી વિદેશી અધિનિયમ, ૧૯૪૬ ની કલમ ૩(૨)(ક) હેઠળ ઉચ્છેદના આદેશો આપી શકાય છે.

ી ભારત ૧૯૫૧ના શરણાર્થી સંમેલનનો હિસ્સો નથી, છતાં બંધારણનો કલમ ૨૧  જીવવાનો અધિકાર દરેક માટે માન્ય છે, તેથી દરેક ઉચ્છેદ માનવ અધિકાર પાલન સાથે થવો જરૂરી છે.

ી સર્વોચ્ચ અદાલતના નિર્ણયો મુજબ પણ, હૃાુમન રાઇટ્સનું ઉલ્લંઘન નહીં થાય એ જોઇએ.

કાયદો ક્યાં કહે છે  યુનિયન લિસ્ટ અને સ્ટેટ લિસ્ટ

યૂનિયન લિસ્ટ (સાતમી અનુસૂચિ):

ી આ પ્રવાસ, નગરિકતા, વિદેશી સંબંધો અને સરહદ સંબંધિત મુદ્દાઓ સંપૂર્ણપણે કેન્દ્ર સરકારની જવાબદારી છે.

સ્ટેટ લિસ્ટઃ

ી કાયદો અને વ્યવસ્થા, પોલીસ, જિલ્લા રજિસ્ટ્રાર, સ્થાનિક તપાસ અને પકડ  રાજ્ય સરકારના વિષયો છે.

સરબાનંદ સોનોઅવાલ વર્સેસ યુનિયન ઓફ ઇન્ડિયા (૨૦૦૫):

સર્વોચ્ચ અદાલતે ઘૂસણખોરીને રાષ્ટ્રની એકતા માટે ખતરો ગણાવ્યો અને બંને સરકારોને કડક પગલાં લેવાની ફરજ સૂચવી.

કેન્દ્ર સરકારની જવાબદારી  રાષ્ટ્રીય દૃષ્ટિકોણથી કાયદાકીય ભુમિકા

સરહદના રક્ષણ માટે નીતિ ઘડવીઃ

કેન્દ્ર સરકાર માટે સૌથી પ્રથમ જવાબદારી સરહદોને સુરક્ષિત રાખવાની છે. ભારત જેવી વિશાળ સરહદ ધરાવતી રાષ્ટ્ર માટે એક મજબૂત, દ્રઢ અને સર્વગ્રાહી સુરક્ષા નીતિ હોવી અનિવાર્ય છે. તેમાં આંતરરાષ્ટ્રીય સરહદોને ટેક્નોલોજીથી સજ્જ કરવા, બીએસએફ અને અન્ય સરહદી દળોને પૂરતું સાધન અને સત્તા આપવા તેમજ અવારનવાર સરહદ પર થતા ઘૂસણખોરીના પ્રયાસો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની વ્યવસ્થા શામેલ છે.

વિદેશી પ્રવેશ અને નાગરિકતાની પ્રક્રિયાને નિયમિત કરવી

કેન્દ્ર સરકાર પાસે સમગ્ર દેશમાં વિદેશી નાગરિકોના પ્રવેશ, રોકાણ અને નાગરિકતા મેળવવાની નીતિઓ ઘડવાનો અધિકાર છે. વિઝા અને પાસપોર્ટ માટે નિયંત્રણ, રોકાણ સમયગાળો, લંબાવવાની પરવાનગી કે રદ કરવાનો અધિકાર કેન્દ્ર પાસે હોય છે. રાજ્ય સરકારો માત્ર અમલ માટે જવાબદારહોય છે.

શરણે આવેલા દેશો સાથે દ્વિપક્ષીય સંમતિનામા કરવી

ઘૂસણખોરો ખાસ કરીને બાંગ્લાદેશ અને મ્યાનમાર જેવી સરહદે આવેલા દેશોમાંથી આવતા હોય છે. આવા લોકોને પરત મોકલવા માટે કેન્દ્ર સરકારે એ દેશો સાથે પરસ્પર સહમતિના ધોરણે સંમતિનામા કરવા પડે છે. જો તે દેશો સ્વીકારતા ન હોય તો ઘૂસણખોરોને ડિટેન્શન સેન્ટરમાં રાખવાની ફરજ પડે છે.

શરણાર્થી અને ઘૂસણખોર વચ્ચે નીતિગત ભેદ કરવો

ઘૂસણખોરો અને શરણે આવનાર શરણાર્થી વચ્ચે તફાવત કરવો જરૂૂરી છે. કેવો વ્યક્તિ ધમકીથી પોતાનું દેશ છોડીને આવ્યો છે અને કોનો હેતુ અપ્રમાણભૂત વસવાટ છે એ નક્કી કરવા માટે મજબૂત નીતિ હોવી જોઈએ. દેશમાં યુએનએચસીઆર જેવા તંત્ર સાથે પણ સહકાર રાખવો જોઈએ.

રાજ્ય સરકારની જવાબદારી  સ્થાનિક સ્તરે અમલની ભૂમિકા

પોલીસ દ્વારા શંકાસ્પદ લોકોને ઓળખી અને પગલાં લેવા

રાજ્ય પોલીસને હક હોય છે કે જે વ્યક્તિઓ ઓળખપત્ર વિના રહે છે, શંકાસ્પદ છે, અથવા વિદેશી ભાષા, વ્યવહાર કે પ્રવૃત્તિ ધરાવે છે તેમનો સઘન તપાસ કરે. એવું કોઈ ચોક્કસ પ્રમાણ ન હોય છતાં સ્થાનિક માહિતી, ગુપ્તચર અહેવાલ અને વિસ્તારના રેકોર્ડ પરથી પગલાં લેવામાં આવે.

રેશનકાર્ડ, આધાર વગેરે નકલી દસ્તાવેજો ઉપર પગલાં લેવાં

ઘૂસણખોરો ભારતીય નાગરિક હોવાની ખોટી ઓળખ સ્થાપવા માટે નકલી આધારકાર્ડ, રેશનકાર્ડ, મેટ્રિક્યુલેશન સર્ટિફિકેટ વગેરે બનાવે છે. આ માટે રાજ્ય સરકારે એજન્સીઓને આઈટી આધારિત ચકાસણી માટે તાલીમ આપવી જોઈએ અને નકલી દસ્તાવેજો શોધી કાઢી દંડાત્મક પગલાં લેવા જોઈએ.

કેન્દ્ર સાથે સંકલન કરીને ડિપોર્ટેશનની કાર્યવાહી કરવી

એકવાર ઘૂસણખોર તરીકે ઓળખ થઈ જાય તો રાજ્ય સરકાર તે માહિતી કેન્દ્રને મોકલે છે અને યોગ્ય નીતિ અનુસાર ડિપોર્ટ કરવાની પ્રક્રિયા શરૂ થાય છે. રાજ્યએ ઇમિગ્રેશન વિભાગ, હોમ મંત્રાલય અને એફઆરઆરઓ સાથે સંકલન સઘન રાખવું પડે છે.

સ્થાનિક એજન્સીઓ અને સર્વે દ્વારા ઓળખ હાથ ધરવી

રાજ્યે વસ્તી ગણતરી, ઘર-સર્વે, નગરપાલિકા રજિસ્ટ્રાર, તાલુકા કચેરી વગેરે તંત્રો દ્વારા ઘૂસણખોરોની ઓળખ માટે વિશિષ્ટ અભિયાન શરૂ કરવું જોઈએ. આ કામગીરી નિયમિત અને વિજ્ઞાનસન્મત હોવી જોઈએ જેથી અનુસૂચિત નાગરિકોને અયોગ્ય રીતે ગેરઘોષિત ન કરાય.

પ્રજાનું કર્તવ્ય  નાગરિક સહયોગ દ્વારા રાષ્ટ્રસેવા

અજાણ્યા વ્યક્તિઓને ભાડે આપતા પહેલા ઓળખપત્રોની ચકાસણી કરવી

ઘણાં ખૂટી નસીબે ઘૂસણખોરો સામાન્ય નાગરિક જેવી રહે છે અને ભાડાની મકાન, દુકાન કે કામ માટે પોતાનું જાળ ધરાવે છે. આવા લોકોને ઓળખવા માટે દરેક નાગરિકે રેશનકાર્ડ,આધારકાર્ડ,મતદાર ઓળખ પત્ર કે અન્ય માન્ય ઓળખપત્રોની ચકાસણી કરવી જોઈએ.

શંકાસ્પદ પ્રવૃત્તિઓની પોલીસને તાત્કાલિક જાણ કરવી

વિશેષ કરીને જો કોઈ વ્યક્તિ શંકાસ્પદ ભાષા બોલે, અપ્રમાણભૂત દસ્તાવેજ ધરાવે, સતત લોકોથી દૂર રહે અથવા નકલી નામથી ઓળખાવે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન કે એફ.આર.આર.ઓ.ને જાણ કરવી એ નાગરિક તરીકે આપણી ફરજ છે.

અજાણ્યા લોકો જો દસ્તાવેજ વિના રહી રહૃાા હોય તો સૂચના આપવી

ઘણા વખતથી મજૂર કે કામદાર તરીકે આવી વસેલા વ્યક્તિઓ જો કોઈ ઓળખ વગર લાંબો સમય રહી રહૃાા હોય તો તેમના પર ચોક્કસ તપાસ થવી જોઈએ. નાગરિકોએ એવી માહિતી નજીકના પ્રશાસનને આપવી જોઈએ.

સમાજમાં એકતા, સહયોગ અને ભાઈચારો જાળવવો

ઘૂસણખોરો અને આતંકવાદી તત્વોનો મુખ્ય હેતુ સમાજમાં ભય, વિભાજન અને અસ્થિરતા લાવવાનો હોય છે. આવી સ્થિતિમાં સામાન્ય નાગરિકોએ ભય પામી જવાની જગ્યાએ તટસ્થ અને એકતાભર્યું વર્તન રાખવું જોઈએ  એ જ પ્રજાતંત્રની ખૂણીઓ છે.

અંતિમ શબ્દોઃ કાનૂન અને કર્તવ્ય એ ભય સામેનો ઢાળ છે, ગેરકાયદેસર ઘૂસણખોરી અને આતંકવાદ એ માત્ર દેશ માટે નહિ, પણ દરેક નાગરિક માટે ઘાતક છે. પણ તેનો ઉકેલ હિંસા નહીં, પણ કાયદાની શક્તિ અને જનતાશાસન વચ્ચેના વિશ્વાસ દ્વારા આવી શકે. દરેક સરકારે પોતાની ભૂમિકા નિભવવી જોઈએ  પણ દરેક નાગરિકે પણ પોતાનું કર્તવ્ય નિભાવવું તે સમયની માંગ છે.

ધ્વનિ લાખાણી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh