Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ર૭ તોલા સોનું છોડાવવાનું કહી જાળ પાથર્યા પછી બંને સીફ્તપૂર્વક સરકી ગયાઃ
જામનગર તા. ૧૪: રાજકોટમાં રહેતા એક સોની વેપારીને જામનગરની આઈઆઈએફએલ ફાયનાન્સમાં ર૭ તોલા સોનુ છોડાવી વેચવાની લાલચ બતાવી રાજકોટના એક શખ્સ તથા જામનગરમાં રહેતી તેમની કહેવાતી પુત્રીએ એક મહિના પહેલાં જામનગર બોલાવ્યા પછી રૂ.૧૮ લાખ ૬ હજાર પોતાના ખાતામાં જમા કરાવ્યા પછી સીફ્તપૂર્વક સરકી જઈ ઠેંગો બતાવતા છેતરાઈ ગયેલા આ વેપારીએ આખરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઠગાઈનો ગુન્હો નોંધી કહેવાતા પિતા-પુત્રીની શોધ શરૂ કરી છે.
રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર આવેલા નિલકંઠ પાર્કની શેરી નં.૩માં રહેતા સાહીલભાઈ પરેશભાઈ પાલા નામના સોની વેપારીના સંપર્કમાં થોડા સમય પહેલાં રાજકોટના કિસાનપરા ચોકમાં રહેતા આલાભાઈ નકુભાઈ જાડફવા નામના ગઢવી પ્રૌઢ આવ્યા હતા. રાજકોટના પેલેસ રોડ પર એસ.પી. ગોલ્ડ નામની દુકાન ચલાવતા સાહિલભાઈને તેના મિત્ર કાનાભાઈ કોટાડીયાએ પોતાની ઓળખાણમાં રહેલા આલાભાઈને જામનગર રહેતી તેમની પુત્રી સેજલનું આઈઆઈએફએલ ફાયનાન્સમાં ગિરવે પડેલું સોનુ છોડાવવાનું છે તેમ કહ્યું હતું. તેથી સાહિલભાઈએ આલાભાઈને પોતાના નંબર આપી દેવા કાનાભાઈને કહ્યું હતું.
ત્યારપછી આલાભાઈએ ફોન કરીને સાહિલ સાથે વાત કરી હતી. જેમાં આલાભાઈએ પોતાની જામનગરમાં ગુલાબનગરના મેઈન ઢાળીયા નજીક શુભમ એપાર્ટમેન્ટની એ-વીંગમાં ૫૦૧ નંબરના ફલેટમાં રહેતી પુત્રી સેજલ સંજયભાઈ રાયચુરાનું જામનગરમાં આઈઆઈએફએલ ફાયનાન્સમાં ર૭ તોલા સોનુ પડ્યું હોવાની અને તેમાંથી રૂ.૧૮ લાખનું સોનુ વેચી નાખવાનું છે તેમ કહેતા સાહિલભાઈએ તે સોનુ ખરીદવાની તૈયારી દર્શાવી હતી અને પૈસાની વ્યવસ્થા થાય ત્યારે જામનગર જવાની વાત કરી હતી. તેથી સાહિલભાઈએ પોતાના મિત્ર જીજ્ઞેશભાઈ પાંભરને વાત કર્યા પછી ગઈ તા.૧૪ ઓક્ટોબરના દિને જામનગર જવાનંુ કહેતા સાહિલભાઈએ રૂ.૧૧ લાખ અને જીજ્ઞેશભાઈએ રૂ.૭ લાખ રોકવાનું નક્કી કર્યું હતું અને બંને વ્યક્તિ મોટર લઈને જામનગરમાં ખોડિયાર કોલોની પાસે આવ્યા હતા.
આ વેળાએ ખોડિયાર કોલોનીમાં એસબીઆઈ પાસે આલાભાઈ અને તેમની કહેવાતી પુત્રી સેજલ રાયચુરા મળ્યા હતા. તેઓએ રૂ.૧૮ લાખ બેંકમાં ભરવાની પ્રોસેસ કરો તેમ કહેતા સેજલભાઈના બેંક એકાઉન્ટમાં જીજ્ઞેશભાઈએ રૂ.૧૮ લાખ ૬ હજાર ભરી આવ્યા હતા. તે પછી આ યુવતીએ પોતાના ખાતામાંથી આઈઆઈએફએલને આરટીજીએસ કરૂ છું તેમ કહેતા આ ફાયનાન્સ પેઢીની લાલ બંગલા પાસે આવેલી ઓફિસે જઈ નેટ બેન્કીંગ કરવાનું કહી સેજલ ત્યાં પહોંચી હતી. તેની સાથે ગયેલા સાહિલ અને જીજ્ઞેશની હાજરીમાં બેંકના કેશીયરે સ્લીપમાં પાન નંબર લખવાનું કહેતા સેજલે પાન નંબર લખી આપી જીજ્ઞેશ પાસેથી પૈસા ભર્યાની સ્લીપ લઈ લીધી હતી. ત્યાં લાલ બંગલા સર્કલમાં સેજલબેનના આવવાની રાહ જોઈ સાહિલભાઈ, જીજ્ઞેશભાઈ તથા આલાભાઈ બેઠા હતા. તેમ કરતા કરતા સાંજના છ વાગી ગયા હોવા છતાં સેજલ ન આવતા તેણીને ફોન કરવાનું કહેવાતા આલાભાઈએ મોટરમાં બેઠા બેઠા સેજલને ફોન કર્યાે હતો પરંતુ નેટવર્ક મળતું ન હોય તેવો ડોળ કરી આ શખ્સ જોર જોરથી હલ્લો હલ્લો કરતા મોટરની બહાર નીકળી થોડે દૂર જઈ નાસી ગયા હતા.
ત્યારપછી વહેમ જતા સાહિલભાઈ અને જીજ્ઞેશભાઈ આઈઆઈએફએલની ઓફીસમાં ગયા હતા અને પૂછતા સેજલ સંજય રાયચુરાની ગોલ્ડ લોન હોવાનું અને સેજલબેન આલાભાઈ નામની કોઈ વ્યક્તિની લોન ન હોવાનું કહેતા અને નેટ બેન્કીંગના કારણે સોનુ છૂટ્યું નથી તેવી કોઈ વાત નથી તેમ કહેવાતા સાહિલભાઈને સમજાયું હતું કે આલાભાઈ તથા સેજલબેન બાપ-દીકરી નથી તે પછી આલાભાઈને ફોન કરવામાં આવતા તેઓનો ફોન પણ સ્વિચ ઓફ થઈ ગયો હતો. આથી સોનુ છોડાવવાના નામે સાહિલભાઈ સાથે રૂ.૧૮ લાખ ૬ હજારની છેતરપિંડી કરી લેવાઈ હોવાનું સમજાતા આખરે એક મહિના પછી ગઈકાલે જામનગરના સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સાહિલભાઈએ ફરિયાદ નોંધાવી છે. પીએસઆઈ વી.એ. પરમારે ગુન્હો નોંધ્યા પછી આલાભાઈ તથા સેજલ રાયચુરાની શોધ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial