Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોરબંદરથી સોમાલિયા જવા નીકળનાર
જામનગર તા. રરઃ જામનગરના ઓલવેધર પોર્ટ પરથી સોમાનિયા જવાની તૈયારી સમયે ભીષણ આગ લાગતા જામનગરના 'હરિદર્શન' જ્હાજમાંથી ૧૪ ક્રૂ મેમ્બરને બચાવી લેવાયા છે.
પોરબંદર પોર્ટ પર માલવાહક જ્હાજમાં ભીષણ આગ લાગી હતી, પરંતુ ૧૪ ક્રૂ મેમ્બર્સને બચાવી લેવાયા હતાં. ૭૮ ટન ખાંડ અને ૯પ૦ ટન ચોખા ભરેલા હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જામનગરુનં પીડીઆઈ ૧૩૮૩ હરિદર્શન જ્હાજ સોમાલિયા જવા નીકળ્યું હતું, ત્યારે આ દુર્ઘટના બની હતી.
પોરબંદરના ઓલવેધર પોર્ટ પર આજે સવારે એક માલવાહક જ્હાજમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આ જ્હાજ ૯પ૦ ટન ચોખા અને ૭૮ ટન ખાંડ ભરીને સોમાલિયા જવા રવાના થવાનું હતું. આગ લાગતા જ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેને પગલે ૧૪ ક્રૂ મેમ્બર્સને બચાવી લેવાયા હતાં.
જામનગરનું પીડીઆઈ ૧૩૮૩ 'હરિદર્શન' નામનું જ્હાજ, જેમાં પહેલાથી જ ચોખા અને ખાંડ જેવો જ્વલન્શીલ માલ ભરેલો હતો. એમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ માલસામાનને કારણે આગે ખૂબ જ ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારત કરી લીધું હતું અને એની જવાળાઓ દૂર સુધી દેખા રહી હતી. સલામતીના ભાગરૂપે જ્હાજને તાત્કાલિક પોર્ટથી દૂર દરિયામાં લઈ જવામાં આવ્યું હતું અને ત્યાં આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
આ ઘટના સમયે જ્હાજમાં સવાર ૧૪ ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતાં. સદ્ભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી, જો કે આગને કારણે જ્હાજને ભારે નુક્સાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આગ ક્યા કારણસર લાગી એ અંગેની વિગતો હજુ સુધી બહાર આવી નથી અને આ મામલે તપાસ ચાલી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial