Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતના ૬ શહેરોમાં મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રીને પારઃ દેશમાં જુદા-જદા એલર્ટ અપાયા

દેશના ૧૩ રાજયોમાં વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૧રઃ ગુજરાત - રાજસ્થાનમાં  લૂ ફૂંકાઈ રહી છે, અને અગિયાર શહેરોમાં પારો ૪૧ ડીગ્રીને પાર પહોંચ્યો છે. નંદુરબાર સૌથી ગરમ રહ્યું છે, જ્યાં ગઈકાલે તાપમાન ૪ર.૪ ડીગ્રીએ પહોંચ્યું હતું. ૧૩ રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ પણ અપાયું છે.

માર્ચમાં સતત હવામાનમાં બદલાવ જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતના મેદાનીય રાજ્યોમાં માર્ચના ત્રીજા અઠવાડિયામાં જ પારો ૪૦ નો આંકડો પાર કરી ગયો છે. આઈએમડીએ ગુરૂવારે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવ અને લૂ નું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે.

મહારાષ્ટ્રના વિદર્ભ, કર્ણાટક અને કેરળમાં પણ હીટવેવનું યલો એલર્ટ છે. જો કે, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ, આસામ, મેઘાલય, અરૂણાચલ, સિક્કિમ, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, મિઝોરમ, ઝારખંડ, ઓડિશામાં વાવાઝોડા-વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હિમાચલમાં વરસાદ સાથે કરા પડી શકે છે.

બુધવારે ગુજરાતના વલ્લભ વિદ્યાનગર, રાજક ોટ, સુરેન્દ્રનગર, બરોડા, અમદાવાદ, સુરત અને મહારાષ્ટ્રના અકોલામાં તાપમાન ૪૧ ડીગ્રીથી વધુ રહ્યું. દેશનું સૌથી વધુ તાપમાન ૪ર.૪ ડીગ્રી મહારાષ્ટ્રના નંદુબારમાં નોંધાયું છે.

હવામાનમાં સૌથી વધુ બદલાયેલું સ્વરૂપ ઉત્તર પ્રદેશમાં જોવા મળ્યું. અહીં બુધવારથી ગાઢ ધુમ્મસ છવાયું છે. વિઝિબિલિટી ૩૦ મીટરથી પણ ઓછી રહી. હવામાન વિભાગ મુજબ ૧૮ વર્ષ પછી માર્ચમાં આવી સ્થિતિ સર્જાઈ છે.

મેઘાલયમાં પણ ધુમ્મસના કારણે વિઝિબિલિટી પ૦ થી ૧૦૦ મીટરની વચ્ચે રહી. આઈએમડીનું કહેવું છે કે, એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ૧૪ માર્ચથી એક્ટિવ થઈ રહ્યું છે. જે ઉત્તર-પશ્ચિમ ભારતને અસર કરી શકે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh