Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈ-મેઈલથી ધમકીઓ મળતા સાવચેતી ખાતર કોર્ટ સંકુલો ખાલી કરાવાયાઃ
અમદાવાદ તા. ૧૭: ગુજરાતમાં એક પછી એક ૪ કોર્ટને બોમ્બથી ઊડાવી દેવાની ધમકી મળતા કોર્ટ પરિસરો ખાલી કરાવીને સઘન સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.
સંસ્કારી નગરી વડોદરામાં છેલ્લા બે દિવસથી અજાણ્યા તત્ત્વો દ્વારા ઈમેલ મારફતે બોમ્બથી ઊડાવી દેવાની ધમકીઓ આપવાનો સિલસિલો યથાવત્ છે. ગઈકાલે શહેરની જાણીતી શાળાઓને નિશાન બનાવ્યા પછી આજે મંગળવારે સવારે વડોદરાની દિવાળીપુરા સ્થિત જિલ્લા અદાલતને બોમ્બથી ઊડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
ધમકીની જાણ થતા જ પોલીસનો કાફલો બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સાથે દિવાળીપુરા કોર્ટમાં પહોંચી ગયા હતાં. પોલીસ પહોંચે તે પહેલા સાવચેતીના ભાગરૂપે કોર્ટના મેન એન્ટ્રી ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો. લોકોની અવજરવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્ય હતો. પોલીસ દ્વારા સમગ્ર કોર્ટ પરિસરમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. અકોટા પોલીસ સ્ટેશનના પી.આઈ.એ જણાવ્યું હતું કે, 'અમને ઈમેલ દ્વારા ધમકી મળી હોવાની માહિત મળતા જ સ્થળ પર પહોંચ્યા છીએ અને સુરક્ષાના તમામ માપદંડો સાથે તપાસ કરી રહ્યા છીએ.'
ઉલ્લેખનિય છે કે, ગઈકાલે સોમવારે વડોદરાની અનેક નામાંકિત શાળાઓને પણ આ પ્રકારે બોમ્બથી ઊડાવી દેવાના ઈમેલ મળ્યા હતાં. આખો દિવસ પોલીસ શાળાઓમાં તપાસ કરતી રહી હતી, પરંતુ તપાસના અંતે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી. મોડી સાંજે કારેલીબાગ વિસ્તારની બ્રાઈટ સ્કૂલને પણ આવો જ ધમકીભર્યો મેસેજ મળતા વાલીઓ અને વિદ્યાર્થીઓ ભયનો માહોલ જોવા મળ્યો હતો.
એક પછી એક સંસ્થાઓને મળી રહેલી આ ધમકીઓને પગલે વડોદરા પોલીસ સ્ટેશન મોડમાં છે. સાયબર ક્રાઈમની ટીમ આ ઈમેલ ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોનો હાથ છે તે દિશામાં તપાસ કરી રહી છે. પ્રાથમિક દૃષ્ટિએ આ કોઈની મજાક અથવા શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ હોવાનું જણાય છે, પરંતુ પોલીસ કોઈપણ પ્રકારનું જોખમ લેવા માગતી નથી.
હાલમાં કોર્ટ પરિસરમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને દરેશ ખૂણે તપાસ કરવામાં આવી રહી છે. વારંવાર મળતી આ ધમકીઓને કારણે શહેરીજનોમાં ચિંતા અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, જે પ્રકારે ગઈકાલે શાળાઓને તબક્કાવાર એક પછી એક મેઈલ મળી રહ્યા હતાં તે પ્રકારે આજે કોર્ટ મામલે પણ એક પછી એક તબક્કાવાર ઈમેઈલ મળવા લાગ્યા હતાં. વડોદરાની કોર્ટ પછી અમદાવાદમાં આવેલી જુની હાઈકોર્ટ ઉપરાંત ગાંધીનગર તથા વલસાડની કોર્ટને પણ બોમ્બથી ઊડાવી દેવાની ધમકી મળી હતી, જેના પગલે તમામ સ્થળે પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.
ડોગસ્ક્વોર્ડ, બીડીડીએસ (બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોર્ડ), સ્થાનિક પોલીસ ઉપરાંત પણ આસપાસના પોલીસ સ્ટેશનના જવાનોનો પહેરો ગોઠવી દેવાયો હતો. ઉપરોક્ત તમામ કોર્ટ સંકુલોમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશનમાં બાધા ન આવે તે માટે તમામ કોર્ટ સંકુલોને ખાલી કરાવીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial