Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યમાં ફરી એક વખત મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ
અમદાવાદ તા. રરઃ રાજ્યમાં ર૪ કલાકમાં ૧૩ર તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. ખેડાના કપડવંજમાં સૌથી વધુ ૪.૮ ઈંચ વરસાદ થયો છે. ભારે વરસાદને લઈને કેટલાક જિલ્લાના લોકોને સાવચેત કરાયા છે.
ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. છેલ્લા ર૪ કલાકમાં રાજ્યના ૧૩ર તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યના મોટાભાગના તાલુકાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે અને નવજીવન પણ પ્રભાવિત થયું છે.
ખેડાના કપડવંજમાં સૌથી વધુ ૪.૮ ઈંચ વરસાદ નોંધાયો છે. તો તળાજામાં ૩.૧ ઈંચ જ્યારે તાલાલામાં ૩.૧૧ ઈંચ, તલોદમાં ર.૭ ઈંચ, વઢવાણમાં ર.૦૯ ઈંચ, નવસારીમાં ર.૦પ ઈંચ, વિસનગરમાં ર.૦પ ઈંચ, દાંતીવાડામાં ૧.૭૭ ઈંચ, અંકલેશ્વરમાં ૧.૭૩ ઈંચ, ઉમરગામમાં ૧.૬પ ઈંચ, ગઢડામાં ૧.૬પ ઈંચ, જલાલપોરમાં ૧.૪૬ ઈંચ, સિનોરમાં ૧.૪ર ઈંચ, બાલાસિનોરમાં ૧.૩૦ ઈંચ અને ઘોઘામાં ૧.૩૦ ઈંચ વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે.
હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. મોન્સુન ટ્રફ અને સાયક્લોનિક સકર્યુલેશન સક્રિય થવાને કારણે રાજ્યભરમાં વરસાદી માહોલ જામશે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ખેડા, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૃચ, સુરત, વલસાડ, નવસારી, તાપી, અમરેલી અને બોટાદ જિલ્લાઓમાં ભારે વારસાદની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
સમગ્ર રાજ્યમાં વરસાદને પગલે માછીમારોને આગામી સમય માટે દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
સમગ્ર રાજ્યમાં વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, કારણ કે આ વરસાદ ખરીફ પાક માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે, જો કે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સંભાવના હોવાથી સ્થાનિક તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial