Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાના ચીફ ઓફિસરે પાલિકાના કારોબારી ચેરમેન સામે રૂ।. પાંચ લાખ વસૂલવાની નોટીસ કાઢી

સત્તાનો દુરૂપયોગ કરી ટ્રેક્ટર-ટ્રોલીની ખરીદીમાં ગરબડનો આક્ષેપઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૭: ખંભાળિયા નગરપાલિકાના કારોબારી ચેરમેન રેખાબેન ખેતિયા દ્વારા પાલિકાના સત્તાવાર લેટરપેડનો દુરૂપયોગ કર્યો હતો તથા તેમાં પાલિકાના કેટલાક સદસ્યોની ખોટી સહીઓ હોય, આ મુદ્દો હજી પત્યો નથી, ત્યાં પાલિકાના કારોબારી સમિતિ દ્વારા પાલિકાને પાંચેક લાખનું આર્થિક નુક્સાન થાય તેવી રીતે ટ્રેક્ટર-ટ્રોલીના લાખો રૂપિયાની ખરીદી નિયમ વિરૂદ્ધ કરીને ટેન્ડરો ખોલ્યા વગર અને બજાર ભાવથી ૩૩ ટકા ઊંચા ભાવથી ખરીદી કરીને સ્વભંડોળ પાલિકામાંથી પાંચેક લાખ રૂપિયા ચૂકવી દેવાતા પાલિકા ચીફ ઓફિસર દ્વારા પાંચેક લાખની રકમ પાલિકા કારોબારી ચેરમેન પાસેથી શા માટે ના વસૂલવી તેવી નોટીસ કાઢતા ભારે ચકચકાર જાગી છે, જો કે પાલિકાની આ નોટીસ રજિસ્ટર્ડ એ.ડી. વાળી ચેરમેને ના સ્વીકારતા તેમના ઘર પર ચોંટાડવા કાર્યવાહીની સૂચના ચીફ ઓફિસરે આપતા ભારે ચકચાર જાગી છે.

આવડી લાખોની ખરીદી કરીને ૧૦ ટકા ઊંચા ભાવથી વધુ હોય, તો નિયામકની મંજુરી, ટેન્ડર પ્રક્રિયા વગર ૩૩ ટકા ઊંચા ભાવથી ખરીદી પેમેન્ટ ચૂકવાયું છતાં પણ પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, શાસક નેતા અને દંડક 'સૂતા' હતાં તે પણ આશ્ચર્યની વાત છે.

ખંભાળિયા પાલિકાના ઈતિહાસમાં કોઈ હોદ્દેદારો પાસેથી આવી લાખોની રકમ દુરૂપયોગ બદલ નોટીસનો પ્રથમ કેસ હોય, ભારે ચર્ચા જાગી છે. તો આવા ઠરાવમાં કારોબારી સદસ્યો પણ આવે તો નવાઈ નહીં. તો કારોબારી ચેરમેનને હાથો બનાવી કામ કાઢી લેવાયાની પણ ચર્ચા થાય છે, ત્યારે ભાજપની નગરપાલિકામાં ભાજપના શહેરના પ્રભારીની કામગીરી પણ ટીકાપાત્ર બની છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh