Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૩૨૦૦ ગ્રાહકોએ બનતી ત્વરાએ બીલ ભરી દીધાઃ
જામનગર તા. ૨૬: જામનગર પીજીવીસીએલ કચેરી દ્વારા વીજબીલની બાકી રકમ ન ભરનાર ૧૦૬૩૨ બાકીદાર સામે વીજ જોડાણ કટ કરવાની ગઈકાલથી શરૂ કરાયેલી કામગીરીમાં ૫૫૯૮ જોડાણ કટ કરી નાખવામાં આવ્યા છે. જેમાંથી ૩૨૦૦ જેટલા ગ્રાહકોને રૂ।.૧ કરોડ ૮પ લાખ ૩૯ લાખ ભરી દેતા તેમના વીજ જોડાણ પૂર્વવત કરાયા છે.
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા જામનગર સર્કલમાં સમાવિષ્ટ જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ રૂ।.૮ કરોડથી વધુની વીજબીલની બાકી રકમ વસૂલવા માટે ગઈકાલથી કુલ ૩૭૮ ટૂકડીઓને મેદાનમાં ઉતારવામાં આવી હતી.
આ ટૂકડીઓ પાસે બંને જિલ્લાના મળી કુલ ૧૦૬૩૨ બાકીદારના નામની યાદી હતી. તેમાંથી વીજ જોડાણ કાપવાનું શરૂ કરાયા પછી ગઈકાલે બંને જિલ્લામાં કુલ ૫૫૯૮ વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યા હતા. આ જોડાણના ધારકો પાસેથી રૂ।.૩ કરોડ ૮૪ લાખ ૬૧ હજાર વસૂલ કરવાના બાકી હતા.
વીજ જોડાણ કપાતા જ કેટલાક ગ્રાહકોએ બાકી બીલની રકમ ભરપાઈ કરી આપવા તૈયારી દર્શાવતા વીજ કંપનીએ બાકી બીલ સ્વીકાર્યા છે. જેમાંથી ૩૨૦૦ ગ્રાહકોએ વીજબીલ ભરી દેતા વીજ કંપનીને રૂ।.૧ કરોડ ૮પ લાખ ૩૯ હજાર રીકવર થવા પામ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial