Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધ્રોલમાં નેશનલ સ્પોર્ટસ ડેઃ સાંસદશ્રી દ્વારા રમત-ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓ-શાળાઓનું સન્માનઃ
જામનગર તા.૩૦: ૨૯ ઓગસ્ટ, ૨૦૨૫ના સમગ્ર ભારતમાં મેજર ધ્યાનચંદજીના જન્મદિવસને *નેશનલ સ્પોર્ટ્સ ડે* તરીકે ઉજવવામાં આવે છે.જામનગર જિલ્લામાં પણ ગુજરાત સરકારના રમતગમત વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા આ ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
જે અંતર્ગત ધ્રોલમાં શ્રી જી.એમ.પટેલ કન્યા વિદ્યાલયમાં સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સાંસદે હોકી, દોડ, જુડો, બાસ્કેટબોલ અને કુસ્તી જેવી વિવિધ રમતોનું નિરીક્ષણ કરી ડિસ્ટ્રિક્ટ સપોર્ટ સ્કૂલના ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત, તેમણે રાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓ અને શાળાઓનું સન્માન કર્યું હતું.
આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, *અલગ અલગ ક્ષેત્રે વિવિધ રમતોનું પ્રતિનિધિત્વ કરી અહીં ઉપસ્થિત ખેલાડીઓએ જામનગર તથા રાજ્યનું ગૌરવ વધાર્યું છે અને અન્ય માટે પણ આ ખેલાડીઓ પ્રેરણારૂપ બન્યા છે.* તેમણે મેજર ધ્યાનચંદના વિવિધ દૃષ્ટાંતો રજૂ કરી તેમને સ્મરણાંજલિ અર્પણ કરી હતી અને ખેલાડીઓ દેશ-દુનિયામાં નામ રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. તેમણે વધુમાં મહિલા ખેલાડીઓને આત્મરક્ષણની તાલીમ લેવા અને હિંમત તથા જુસ્સો કેળવવા આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં *નેશનલ સ્પોર્ટ્સ ડે* ની ઉજવણી થઈ રહી છે અને ખેલ જગત એક રાષ્ટ્રીય ચળવળ બને તે માટે પ્રયાસો થઈ રહૃાા છે. આ સાથે જ, તેમણે કાર્યક્રમ સ્થળેથી *સાંસદ ખેલ મહોત્સવ* નો પણ શુભારંભ કરાવ્યો હતો.
આ ઉજવણી અંતર્ગત, જિલ્લામાં રમત-ગમતને પ્રોત્સાહન આપવા માટે અન્ય બે કાર્યક્રમો પણ યોજાશે. તા. ૩૦ ઓગસ્ટના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર આંતર-કચેરી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે તા. ૩૧ ઓગસ્ટના રણમલ તળાવથી *સન્ડે ઓન સાયકલ*ના ભાગરૂપે એક વિશાળ સાયકલ રેલી યોજાશે.
આ કાર્યક્રમમાં ધ્રોલ નગરપાલિકા પ્રમુખ વિનુભાઈ વાઘેલા, પ્રાંત અધિકારી સ્વપ્નિલ સિસલે, સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી બાબુભાઇ ઘોડાસરા, આચાર્ય વિજ્યાબેન બોડા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ગોમતીબેન ચાવડા, જિલ્લા રમત ગમત અધિકારી ભાવેશ રાવલિયા, અગ્રણીઓ હિરેનભાઈ કોટેચા, ઋતુલભાઇ ગડારા, પ્રદિપસિંહ જાડેજા, કલ્પેશભાઇ માવાણી, વિજયભાઇ વાઘેલા, રમેશભાઈ ઝાકાસણીયા, રંજનબેન દલસાણીયા, તુષાર ભાલોડીયા, ભારતીબેન ગડારા, શાંતુભા જાડેજા, મેરાજાબાનુ સોલંકી, ગોવિંદભાઇ દલસાણીયા, હિતેષભાઇ ચનીયારા, સંજયસિંહ જાડેજા, ફિરોજભાઇ સોલંકી, ડી. ડી. જીવાણી, કિર્તીભાઇ ઘેટીયા, વિજયભાઈ કાસુન્દ્રા સહિત મોટી સંખ્યામાં નગરજનો અને ખેલાડીઓ ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial