Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા શહેરકક્ષાનો કાર્યક્રમ યોજાયોઃ
દ્વારકા તા. ૧૦: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા-દ્વારકા-ભાણવડ તાલુકામાં ગ્રામ્ય ક્ષેત્રે સેવા સેતુ કાર્યક્રમો આપવામાં આવ્યા હતા. ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે આસપાસના ગ્રામજનોની ઉપસ્થિતિમાં સેવા સેતુનો ગ્રામ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ગ્રામીણ લોકોને સરકારની વિવિધ સેવાઓનો લાભ સહેલાઈથી ઉપલબ્ધ કરાવવામાં આવેલ.
દ્વારકા તાલુકાના ધીણકી ગામે પણ ગ્રામીણોને વિવિધ સરકારી યોજનાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવા ગ્રામ્યકક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભાણવડના ગુંદા ગામે સ્થાનીય ધારાસભ્ય મુળૂભાઈ બેરાની ઉપસ્થિતિમાં સેવા સેતુ ૨.૦ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ગ્રામીણોએ સરળતાપૂર્વક વિવિધ સરકારી સેવાઓનો લાભ લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial