Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેરોસીન વિતરણની જાહેરાત!
જામનગર તા. ૬: ઈરાનના ઈઝરાયલ-અમેરિકા યુદ્ધની સમગ્ર વિશ્વના દેશોમાં ખાસ કરીને ક્રૂડ, ગેસ અને ઈંધણના પરિવહન-ઉત્પાદન ઉપર અતિ ગંભીર અસરો થઈ છે અને ક્યાં સુધી ચાલુ રહેશે તે અંગે અનિશ્ચિતતાની ચિંતાજનક સ્થિતિ છે.
આ સંજોગોમાં ભારત સરકાર દ્વારા દેશમાં ખાસ કરીને રાંધણ ગેસ, પેટ્રોલ-ડીઝલની અછત ન સર્જાય તે માટે ક્રમબદ્ધ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં પણ સરકારે એક્સાઈઝ ડ્યુટી ઘટાડીને દેશની જનતાને પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં કરીને અત્યારે તો મોટી રાહત આપી છે (પાંચ રાજ્યોની ચૂંટણી કારણભૂત હોય શકે!!)
પણ... સાથે સાથે સરકારે ખુદ પેટ્રોલ-ડીઝલ તો ઠીક ખાસ કરીને ઘરેલું રાંધણ ગેસની અછત ન સર્જાય અને જો સર્જાય તો તેના વિકલ્પરૂપે કેરોસીન આપવાની જાહેરાત કરી છે, જો કે સરકારની જાહેરાત હાલ ગ્રામ્ય વિસ્તારોમાં જ મર્યાદિત જથ્થામાં કેરોસીન ફાળવણી માટેની છે.
પાણી પહેલા પાળ બાંધવાના પ્રયાસરૂપે કેરોસીન વિતરણની જાહેરાતમાં વિગતવાર સ્પષ્ટતાઓ કરવામાં આવી નથી. દરેક જિલ્લામાં બે-બે પેટ્રોલ પંપોને કેરોસીનનો જથ્થો ફાળવવામાં આવશે અને ત્યાંથી પરિવારદીઠ પાંચ લીટર અને સંસ્થાઓને રપ લીટરની મર્યાદામાં કેરોસીન સરકારે જાહેર કરેલા લીટરના રૂ।. ૬પ-૭૦ ના ભાવે વેંચાણ કરવામાં આવશે.
આ કેરોસીનનો ઉપયોગ માત્ર રસોઈ કરવામાં અને પ્રકાશ માટે જ કરવાનો રહેશે.
આ જાહેરાતના પગલે લોકોમાં આગામી દિવસોમાં ચોક્કસપણે રાંધણ ગેસની તીવ્ર અછત સર્જાશે તેવો ભય પેદા થયો છે.
ગ્રામ્ય પંથકમાં પણ હાલ કેટલા પરિવારોમાં જુના પંપવાળા-પીન અને લવીંગવાળા પ્રાયમસ છે? વાટોવાળા મુંગા પ્રાયમસ કેટલાના ઘરમાં છે? રસોઈ કરવા માટે પાંચ લીટર કેરોસીન પરિવાર દીઠ મહિનામાં એક જ વખત આપવામાં આવશે કે કેટલા સમયગાળામાં નિયમિતરીતે આપવામાં આવશે?
પ્રકાશ માટે કેરોસીનનો ઉપયોગ કરવાનો ઉલ્લેખ સરકારના વિકાસની પોલ ખોલી રહ્યો છે. અત્યારે કેટલાના ઘરમાં જુના કાચના ગોળાવાળા ફાનસ છે? શું આગામી દિવસોમાં ઈંધણ સાથે વીજળીની પણ અછત સર્જાશે?
સમગ્ર રીતે સરકારનો ખૂબ જ ઉમદા અને પ્રજાને રાહત આપવાનો શુભ હેતુ હોવા છતાં ર૦૪૭ માં સંપૂર્ણ વિકસિત ભારતના સંકલ્પને ઠેંસ પહોંચી રહી હોય તેમ આપણે ફરીથી પ્રાયમસ અનેે ફાનસ યુગ તરફ જઈ રહ્યા હોઈએ તેવો કમનસીબી ઘાટ ઘડાઈ રહ્યો છે.
જોઈએ... યુદ્ધ કેટલો સમય ચાલે છે? તની કેવી અને કેટલી અસર ભારતને થાય છે અને ભવિષ્યમાં કેટલો સમય રહેશે? સરકાર ભલે દાવા કરે કે રાંધણ ગેસની અછત નથી, પણ આજે પણ ગેસ એજન્સીઓ બહાર ગેસના બાટલા નોંધાવવા અને ડિલિવરી લેવા લાંબી-લાંબી લાઈનો લાગે જ છે.
કેરોસીનના વિતરણની અધકચરા જેવી જાહેરાતથી આ કતારોમાં કેવો ઘટાડો થાય છે તે તો આવનારો સમય જ કહેશે... બાકી આપણે તો અત્યારે માત્રને માત્ર વિશ્વ શાંતિની પ્રાર્થના સાથે 'અચ્છે દિન'ની આશા રાખીએ!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial