Advertisement
Author: નોબત સમાચાર

હોર્મુઝમાંથી પ૮૮૧૧ મે. ટન એલપીજી ભરેલું ભારતનું જહાજ 'ગ્રીન સાન્વી' સુરક્ષિત પસાર

ભારતીય જહાજોની સુરક્ષા માટે એઆઈએસ સિગ્નલ લાગુ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૪: હોર્મુઝથી વધુ એક ભારતીય જહાજ પ૮,૦૦૦ થી વધુ મેટ્રિક ટન એલપીજી લઈને ભારત તરફ આવી રહ્યું છે.

મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને હોર્મુઝની સામુદ્રધૂનીમાં ફસાયેલા જાહજો વચ્ચે ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે. અંદાજે પ૮,૮૧૧ મેટ્રિક ટન એલપીજી ક્ષમતા ધરાવતું ભારતીય જહાજ 'ગ્રીન સાન્વી' સુરક્ષિત રીતે ભારત તરફ આગળ વધી રહ્યું છે.

હુમલાખોરો અથવા ખોટી ઓળખના જોખમથી બચવા માટે આ જહાજે પોતાની ખાસ રણનીતિ અપનાવી છે. તેના ઓટોમેટિક આઈડેન્ટિફિકેશન સિસ્ટમ સિગ્નલમાં 'ઈન્ડિયન શિપ, ઈન્ડિયન ક્રૂ'નો સંદેશ દર્શાવવામાં આવી રહ્યો છે, જેથી તેની લોકેશન સતત ટ્રેક થઈ શકે અને કોઈ સંભવિત ખતરો ટાળી શકાય.

'ગ્રીન સાન્વી' આગળ વધી ગયું હોવા છતાં 'જગ વિક્રમ' અને 'ગ્રીન આશા' નામના બે અન્ય એલપીજી ટેન્કરો હજુ પણ હોર્મુઝ પાસે સ્થિર છે. આ બન્ને જહાજોને સુરક્ષા અથવા ઓપરેશનલ કારણોસર હજુ સુધી આગળ વધવાની મંજુરી મળી નથી. ઉલ્લેખનિય છે કે, હજુ પણ તેલ અને ગેસથી ભરેલા ઓછામાં ઓછા ૧પ ભારતીય જહાજો હોર્મુઝના પશ્ચિમ ભાગમાં ફસાયેલા છે.

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ દુનિયાના સૌથી મહત્ત્વના દરિયાઈ માર્ગો પૈકીનો એક છે, જ્યાંથી વિશ્વના કુલ તેલ અને ગેસનો ર૦ ટકા હિસ્સો પસાર થાય છે. ભારત પોતાની જરૂરિયાતનો મોટો હિસ્સે આયાત કરે છે, તેથી આ ટેન્કરોનું સુરક્ષિત રીતે પહોંચવું દેશની ઊર્જા સુરક્ષા અને ગેસના ભાવની સ્થિરતા માટે અત્યંત જરૂરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh