Advertisement
Author: નોબત સમાચાર

ડીજેની લાઈટ ચાલુ રાખવાના પ્રશ્ને બોલાચાલી પછી યુવાન પર ચાર શખ્સનો હિચકારો હુમલો

ચાલુ બાઈકે પાઈપ ફટકારી પછાડી દેવાયા પછી માર મરાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: જામનગરના એક યુવાનને સપ્તાહ પહેલાં લોઠીયા ગામમાં ડીજેની લાઈટ ચાલુ રાખવાની બાબતે એક શખ્સ સાથે બોલાચાલી થયા પછી બુધવારની રાત્રે આર્યસમાજ રોડ પર બાઈકમાં જતા આ શખ્સને પાછળથી બે બાઈકમાં આવેલા ચાર શખ્સે પાઈપ, છરીથી હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. પોલીસે હત્યાનો પ્રયાસ કરનાર ચાર શખ્સ સામે ગુન્હો નોંધ્યો છે.

જામનગરના નવા એંસી ફૂટ રોડ પર વીયાના પાર્કમાં રહેતા કપિલ વલ્લભભાઈ બાહુકીયા નામના યુવાનને ગઈ તા.૧૮ના દિને જામનગર તાલુકાના લોઠીયા ગામમાં ડીજેની લાઈટ ચાલુ રાખવા બાબતે જયેન્દ્ર માનસુરીયા ઉર્ફે ઢીંગા નામના શખ્સ સાથે બોલાચાલી થઈ હતી. તે પછી બુધવારની રાત્રે દોઢેક વાગ્યે કપિલભાઈ જામનગરના પવનચક્કી વિસ્તારથી આર્યસમાજ રોડ તરફ બાઈકમાં જતા હતા ત્યારે બે બાઈકમાં ચાર શખ્સ ધસી આવ્યા હતા.

પાછળથી આવેલા બાઈકમાં બેસેલા જયેન્દ્ર તેમજ અનુ ઉર્ફે લાલા માનસુરીયા અને બે અજાણ્યા શખ્સે પાઈપથી કપિલભાઈને માથામાં ફટકો મારતા આ યુવાન રોડ પર પડી ગયા હતા. તે પછી આ બે શખ્સ તૂટી પડ્યા હતા અને એક અજાણ્યા શખ્સે ગોઠણની નીચે પાઈપ ફટકાર્યાે હતો અને ચોથા શખ્સે છરી હુલાવી દેવાનો પ્રયાસ કર્યાે હતો. જીવલેણ ઈજા પામેલા આ યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાંથી તેઓએ ગઈકાલે રાત્રે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે હત્યા પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh