Advertisement
Author: નોબત સમાચાર

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને રોકવા ભારત સહિત પાંચ દેશોની ભૂમિકા

ટ્રમ્પના પાંચ દિવસના યુદ્ધ વિરામની જાહેરાતની અસર

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૨૪: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે હવે દુનિયાના અનેક મોટા દેશો પડદા પાછળ સક્રિય થયા છે. એક વરિષ્ઠ રાજદ્વારીના જણાવ્યા અનુસાર, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તાજેતરની શાંતિ જાહેરાત પહેલા ઓમાન અને તુર્કિયે દ્વારા સૌથી વધુ ગુપ્ત વાતચીત કરવામાં આવી હતી. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ઓમાન અગાઉ પણ અનેક વખત મધ્યસ્થીની ભૂમિકા ભજવી ચૂક્યું છે અને આ વખતે પણ તેણે બંને વિરોધી પક્ષોને વાતચીત માટે તૈયાર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

ઓમાન અને તુર્કિયે જ નહીં, પરંતુ ભારત, સાઉદી અરેબિયા અને ઇજીપ્ત દ્વારા પણ સતત સંદેશાની આપ-લે કરવામાં આવી રહી હતી. આ દેશોએ વાતચીતનો માર્ગ ખુલ્લો રાખવાનો પ્રયાસ કર્યો. જેથી તણાવ વધુ ન વધે. ભારતના અમેરિકા અને ઈરાન બંને સાથે સારા સંબંધો છે, તેથી તેણે પણ આ ક્ષેત્રમાં શાંતિ જાળવવા માટે વાતચીત ચાલુ રાખવામાં મદદ કરી છે. જોકે એ સ્પષ્ટ નથી કે, આ ગુપ્ત વાતચીતની ટ્રમ્પના ૫ દિવસના યુદ્ધવિરામના નિર્ણય પર કેટલી સીધી અસર પડી, પરંતુ નિષ્ણાતો માને છે કે, આ દેશોના પ્રયાસોએ યુદ્ધને વધુ વકરતું રોકવામાં મદદ કરી છે.

હાલના સમયે મિડિલ ઈસ્ટમાં એવી પરિસ્થિતિ છે કે એક તરફ યુદ્ધ છેડાયેલું છે, જ્યારે બીજી તરફ અનેક દેશો મળીને વાતચીત દ્વારા ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહૃાા છે. આ પહેલી વખત છે, જ્યારે યુદ્ધના ચોથા સપ્તાહમાં આટલા બધા દેશો એકસાથે આવીને અમેરિકા અને ઈરાન વચ્ચેનું અંતર ઘટાડવાનો પ્રયાસ કરી રહૃાા છે. આ બાબત સંકેત આપે છે કે આગામી સમયમાં શાંતિ માટેની વાતચીત વધુ તેજ બની શકે છે. અને શાંતિ સ્થપાય તેવો ઉકેલ આવે તેવી આશા જન્મી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh