Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં અનેક સ્થળે કચરાની પેટીઓ ગંદકી, કચરા, એંઠવાડથી ઉભરાઈ રહી છે!

'ઢોરનગર' પછી હવે આપણા શહેરનું નામ 'ઉકરડાનગર'!!

                                                                                                                                                                                                      

જામનગર તા. રરઃ જામનગર મહાનગર પાલિકાના સત્તાધીશો પોતાના અહમ્માં જામનગરને સ્વચ્છ, સુંદર બનાવવાના બણંગા ફૂંકે છે, તો બીજી તરફ વાસ્તવિક સ્થિતિ સાવ અલગ જ જોવા મળે છે.

જામનગરમાં ચારે તરફ રખડતા-ભટકતા ઢોરની સમસ્યા કાયમ માટે નગરજનો માટે જોખમી અને ત્રાસદાયક બની રહી છે. ઘાસનો જથ્થો જપ્ત કર્યાના સમાચારો ફોટા સાથે પ્રસિદ્ધ કરનારા તંત્રની ઢોર પકડવાની દિશામાં કામગીરી શૂન્ય જેવી જ રહી છે.

આ તો થઈ ઢોરની સમસ્યાની વાત... પણ શહેરમાં અનેક સ્થળો પર મનપા તંત્ર દ્વારા રાખવામાં આવેલ કચરા પેટીઓ કચરાઓ, ગંદકી, પ્લાસ્ટિકના ડુચ્ચા, એંઠવાડ, ભીનો કચરો વગેરેથી છલકાઈ રહી છે. જેના કારણે આ કચરા પેટીઓ આસપાસ દુર્ગંધ સહિત ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું જ રહે છે.

ઉપરોક્ત તસ્વીર એક દૃષ્ટાંતરૃપે રજૂ કરેલ છે. પટેલ કોલોની શેરી નં. ૯ અને બેડી રોડના ખૂણા ઉપર રિલાયન્સના ડિમોલિશન થયેલા બિલ્ડીંગના ખૂણા પાસે એક નહીં પણ બબ્બે ભંગાર હાલતમાં કચરા પેટીઓ રસ્તા ઉપર ગોઠવી દેવાઈ છે.

આ કચરાપેટી કાયમ ગંદકીથી છલકાયેલી જ રહે છે તે ગંદકી બહાર ફયેલાયેલી રહેતી હોવાથી મોટી સંખ્યામાં ઢોર એંઠવાડ ખાવા ઉમટી પડે છે. ક્યારેક ઈનફાઈટ પણ થાય છે અને આ સમગ્ર રોડ પર સતત ગંદકીનું ન્યુસન્સ ફેલાયેલું રહે છે.

નવાઈની વાત એ છે કે આ કચરા પેટીની ગંદકી સામે જ ખાણી-પીણીની દુકાનો જેમ કે બેકરી, આઈસ્ક્રીમ પાર્લર, ફાસ્ટફૂડની દુકાન, મેડિકલ સ્ટોર તેમજ એક દવાખાનું આવેલું છે તેની બિલકુલ નજીક નાના ભૂલકાઓ માટેનું પ્લે હાઉસ, બેંક તથા રહેણાંકના એપાર્ટમેન્ટ આવેલા છે.

આ ગંદકીમાં હમણાં થોડો-ઘણો વરસાદ પડતા કાદવ-કીચડ પણ ઉમેરાયા છે. પરિણામે ઈયળ, કાનખજુરા, માખી-મચ્છર જેવી જીવાતોનો સખત ઉપદ્રવ વધી ગયો છે. રોગચાળાની દહેશત પણ પ્રવર્તે છે.

લોકોની સતત અવરજવરવાળા આ માર્ગ પરની કચરા પેટીઓની અને ગંકીની આવી સ્થિતિ જેવી જ સ્થિતિ શહેરના અનેક વિસ્તારોમાં જોવા મળે છે.

હવે સૌરાષ્ટ્ર પેરીસ નહીં, પણ આપણા જામનગરની ઓળખ ઢોરનગર અને ઉકરડાનગર તરીકેની ઉપસી રહી છે. એટલું જ નહીં, હવે ગંદકીના સર્વેમાં રેંકીંગની સ્પર્ધામાં જામનગર મોખરે રહે તો નવાઈ નહીં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh