Advertisement
Author: નોબત સમાચાર

મોબાઈલ ટાવરના ભાડા અંગે કરાયેલા દાવામાં વ્યાજ સાથે ભાડું ચૂકવવા આદેશ

૧૨ વર્ષ સુધી ટાવર રાખી મૂકાયો હતોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: જામનગરની એક ઈમારત પર મૂકાયેલો મોબાઈલ ટાવર નિષ્ક્રિય કરાયા પછી ૧૨ વર્ષ પછી ન હટાવાતા અને ભાડુ પણ ન ચૂકવાતા ઈમારતના માલિક મહિલાએ અદાલતનો આશરો લીધો હતો. તે પછી અદાલતે રૂ।.૧૦ લાખથી વધુની રકમ ચૂકવી આપવા ટાવર કંપનીને આદેશ કર્યાે છે.

જામનગરના ચાંદી બજાર ૫ાસે જય લાભ કોમ્પલેક્ષની અગાસી પર વર્ષાે પહેલા મોબાઈલ ટાવર ઈન્સ્ટોલ કરવામાં આવ્યો હતો. તે ટાવર નિષ્ક્રિય થયા પછી પણ કંપની દ્વારા ટાવર હટાવાયો ન હતો અને બાકી ભાડુ ચૂકવાયું ન હતું. વર્ષ ૨૦૧૦થી ૨૦૨૨ સુધીના ભાડા પેટે હંસાબેન દોઢીયાને રૂ।.૫,૫૨,૦૬૨ની રકમ વ્યાજ સાથે અને રૂ।.૮ર,૨૧૦ ખર્ચ પેટે ચૂકવવાનો ટાવર કંપનીને હુકમ થયો હતો.

ત્યારપછી અમદાવાદ સ્થિત કોર્ટમાં હંસાબેને ટાવર કંપની વિરૂદ્ધ જપ્ત અરજી કરતા અદાલતે કુલ રૂ।.૧૦,૭૯,૩૭૧ તેમજ રૂ।.૬૯,૫૭૨ જમા કરાવી આપવા ઈન્ડુસ ટાવર્સ કંપનીને હુકમ કર્યાે છે. વાદી તરફથી વકીલ ડી.બી. પંડયા, ગૌરવ પંડયા, ફાલ્ગુની પંડયા, અલીફીયા વાઘેલા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh