Advertisement
Author: નોબત સમાચાર

અમેરિકામાં બોમ્બ સાયક્લોને મચાવી તબાહીઃ ૧૦ હજાર ફ્લાઈટ રદ્: ત્રણ ફૂટની બરફની ચાદર

અનેક વિસ્તારોમાં ૬૦ સે.મી.થી વધુ બરફ પડ્યોઃ યુ.એન.ની સુરક્ષા સમિતિની બેઠક રદ્

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ર૪: અમેરિકામાં બોમ્બ સાઈક્લોને કહેર મચાવ્યો છે. ૧૦ હજાર ફ્લાઈટો રદ્ કરવી પડી છે. યુ.એન.ની સુરક્ષા સમિતિની બેઠક પણ રદ્ કરી દેવામાં આવી છે. ત્રણ ફૂટની જાડી બરફની ચાદર છવાઈ ગઈ છે.

અમેરિકાના ઉત્તર-પૂર્વ ભાગમાં એક શક્તિશાળી બરફીલા તોફાને ભારે તબાહી મચાવી છે. મેરીલેન્ડથી લઈને મેઈન સુધીના વિસ્તારો બરફની જાડી ચાદર હેઠળ ઢંકાઈ ગયા છે. આ ભીષણ હવામાનને કારણે શનિવારથી મંગળવાર વચ્ચે ૧૦,૦૦૦ થી વધુ ફ્લાઈટ્સ રદ્ કરવામાં આવી છે.

માત્ર સોમવારે પ,૦૦૦ થી વધુ અને મંગળવાર માટે ૧,૩૦૦ થી વધુ ફ્લાઈટ્સ અગાઉથી રદ્ કરી દેવામાં આવતા હજારો મુસાફરો અટવાયા છે. ન્યૂયોર્કનું જીએફકે, લાગુઆર્ડિયા અને બોસ્ટનનું લોગાન એરપોર્ટ સૌથી વધુ પ્રભાવિત થયા છે.

હવામાન વૈજ્ઞાનિકો આ તોફાનને દાયકાનું સૌથી શક્તિશાળી તોફાન ગણાવ્યું છે, જેને 'બોમ્બ ચક્રવાત' કહેવામાં આવે છે. 'બોમ્બ ચક્રવાત ત્યારે સર્જાય છે જ્યારે ર૪ કલાકના ગાળામાં તોફાનનું દબાણ ચોક્કસ માત્રામાં ઘટી જાય છે. આ મુખ્યત્વે શરદ અને શિયાળાની ઋતુમાં થાય છે, જ્યારે આર્કેટિકની ઠંડી હવા દક્ષિણ સુધી પહોંચીને ગરમ તાપમાન સાથે અથડાય છે.'

અનેક વિસ્તારોમાં બે ફૂટ (૬૦ સે.મી.) થી વધુ બરફ પડ્યો છે, જ્યારે રોડ આઈલેન્ડના વોરવિકમાં ત્રણ ફૂટથી વધુ બરફ નોંધાયો છે. પરિસ્થિતિને જોતા ન્યૂયોર્ક, ન્યૂ જર્સી અને મેસેચ્યુસેટ્સ સહિતના રાજ્યોમાં કટોકટી જાહેર કરવામં આવી છે.

તોફાનની અસર એટલી પ્રચંડ છે કે યુનાઈટેડ નેશન્સને તેની સુરક્ષા પરિષદની બેઠક સ્થગિત કરવી પડી છે અને મુખ્ય મથક બંધ રાખવું પડ્યું છે. ન્યૂયોર્ક શહેરમાં છ વર્ષમાં પ્રથમ વખત બરફવર્ષાને કારણે શાળાઓ બંધ કરવામાં આવી છે, જો કે મેયર જોહરાન મમદાનીએ મંગળવારથી શાળાઓ ખોલવાની વાત કરી છે, જેનો કેટલાક અધિકારીઓએ વિરોધ કર્યો છે.

રેલવે અને બસ સેવાઓ સ્થગીત કરી દેવામાં આવી છે. રસ્તાઓ પર લપસણી સપાટી અને ઓછી વિઝિબિલિટીને કારણે મુસાફરી જોખમી બની છે. ડોરડેશ જેવી ડિલિવરી સેવાઓએ પણ કામ બંધ કરી દીધું છ.

પૂર્વિય કિનારા પર પ,૭૦,૦૦૦ થી વધુ ઘરો અને વ્યવસાયોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. મેસેચ્યુસેટ્સ અને ન્યૂ જર્સીમાં સ્થિતિ સૌથી ખરાબ છે.

ભારે તોફાન વચ્ચે પણ કેટલાક પ્રવાસીઓ ટાઈમ્સ સ્ક્વેર પર નાચતા અને સ્લેજિંગનો આનંદ લેતા જોવા મળ્યા હતાં, જો કે હવામાન વિભાગે ચેતવણી આપી છે કે ખતરો હજુ ટળ્યો નથી. આ સપ્તાહના અંતમાં વધુ એક તોફાન આવવાની શક્યતા છે. વહીવટી તંત્રે નેશનલ ગાર્ડને તૈનાત કર્યા છે અને રાહત તથા બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh