Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પગાર વધારો, મોબાઈલ વિગેરેની માંગણીઃ
જામનગર તા. ૧૯: ગુજરાત આંગણવાડી સંગઠનના નેજા હેઠળ જામનગરમાં ગઈકાલે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા પોતાની પડતર માંગણીને વાચા આપવા ધરણાં-પ્રદર્શન કરવામાં આવ્યા હતાં.
છેલ્લા ચારેક વર્ષથી આંગણવાડી બહેનો પોતાની જુદી જુદી માંગણીઓને વાચા આપવા સરકાર સમક્ષ માંગણીઓ દોહરાવી રહ્યા છે પરંતુ પગાર વધારો, ઓનલાઈન કામગીરી માટે મોબાઈલ સહિતની માંગણીઓ લાંબા સમયથી પડતર છે અને તેને સ્વીકારવામાં આવતી નથી. ગત તા. ૧૦-૦૩-૨૫ના મુખ્યમંત્રી સાથે બેઠક યોજાઈ હતી પરંતુ તે બાબતે કોઈ પ્રત્યુત્તર આપવામાં આવ્યો નથી.
આ મુદ્દાને વાચા આપવા ગઈકાલે જામનગરમાં આંગણવાડી બહેનો દ્વારા ધરણાં-પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતા અને તા. ૧૮, ૧૯ અને ૨૦ એમ ત્રણ દિવસ ઓનલાઈન અને ઓફલાઈન કામગીરી બંધ રાખવામાં આવશે તેવી ચિમકી આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial