Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મીની-બસસ્ટેશનથી ગીંગણી જકાત નાકા વચ્ચે તાજેતરમાં દબાણો હટાવાયા હતાં
જામજોધપુર તા. ૧૯: જામજોધપુરમાં દબાણ હટાવ ઝુંબેશ કાર્યવાહીમાં ભેદભાવ રાખવામાં આવ્યો હોવાની રાવ ઊઠવા પામી છે. જે અન્વયે આજથી એક વ્યક્તિ દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.
તાજેતરમાં જામજોધપુરમાં ચીફ ઓફિસર દ્વારા શહેરમાં દબાણ હટાવ ઝુંબેશ કરવામાં આવી હતી, જેમાં મીની બસ સ્ટેન્ડથી ગીંગણી જકાત નાકા સુધીના માર્ગો ઉપરથી ખાણી-પીણી સહિતની રેંકડી-કેબિનોના દબાણો દૂર કરવામાં આવ્યા હતાં.
આ કામગીરીમાં ભેદભાવ રાખવામાં આવ્યો હતો તેવા આક્ષેપ સાથે આજથી સ્થાનિક જાગૃત નાગરિક હરેશ પિત્રોડાએ ગીંગણી નાકા સર્કલ પાસે ઉપવાસ આંદોલન કરવાની જાહેરાત કરી છે.
તેમના આક્ષેપો છે કે, અમુક લાગવગ ધરાવતા ધંધાર્થીના દબાણો દૂર કરવામાં આવ્યા નથી. આ બાબતે રજૂઆતો પણ કરવામાં આવી હતી, છતાં કોઈ પગલાં નહીં લેવાતા આજથી ઉપવાસ આંદોલનની ચિમકી આપી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial