Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેર ભાજપમાં સખળ-ડખળઃ ટૂંક સમયમાં સ્ફોટક નવાજુનીના એંધાણ

જુના જોગીઓએ મોવડી મંડળનું ધ્યાન દોર્યું ?

                                                                                                                                                                                                      

જામનગર તા. રપઃ જામનગર શહેર ભારતીય જનતા પાર્ટીના સંગઠન માળખાની જાહેરાત થઈ અને તેમાં બે-ત્રણ નવનિયુક્ત પદાધિકારીઓ અંગે સ્થાનિક સ્તરે અસંતોષ અને મહદ્અંશે નારાજગીની ચર્ચા હજુ પણ ચાલુ છે. એટલું જ નહીં, પક્ષના જ કેટલાક જુના પક્ષને સમર્પિત કાર્યકરો અને આગેવાનોએ પ્રદેશ નેતાગરીનું ધ્યાન દોર્યું હોવાનું પણ જાણવા મળે છે.

જામનગર શહેર ભાજપ જેવી જ સ્થિતિ રાજ્યના અન્ય બે-ત્રણ શહેર/જિલ્લામાં થઈ છે. આ તમામ બાબતો અંગે પ્રદેશ મોવડી મંડળ દ્વારા યોગ્ય નિરાકરણ આવે તે માટે ટૂંક સમયમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે, કારણ કે હવે મહાનગરપાલિકાઓ સહિત સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી આગામી બે-એક મહિનામાં યોજાવાની શક્યતા છે, ત્યારે પક્ષમાં આવી વિવાદાસ્પદ કે અસંતોષ કે નારાજગી ફેલાઈ છે તેવી નિમણૂકો રદ્ કરી નવેસરથી તે પદ પર યોગ્ય કાર્યકરની ભરતી કરવામાં આવે તે જરૂરી છે.

જામનગર શહેર ભાજપ સંગઠનના બે-ત્રણ પદ પર ફેરફાર થાય તે માટે સ્થાનિક નેતાગીરી તેમજ પક્ષના જુના કાર્યકરો પાસેથી જે તે વ્યક્તિની પૂરી હીસ્ટ્રી અને પક્ષમાં તેની સક્રિયતાનો અહેવાલ મંગાવીને પછી જ કરવામાં આવે તેવી વિચારણા ચાલી રહી છે.

આગામી ચૂંટણીઓમાં ભાજપને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી સામે જંગ લડવાનો હોવાથી પક્ષના નેતાગીરી પક્ષમાં એકસૂત્રતા જળવાય, પક્ષના સંગઠનના પદાધિકારીઓની ઉજળી પ્રતિભા સાથે કામ કરવાની ધગશ ધરાવનારાઓનો પ્રચાર, લોકસંપર્ક ઉપયોગી બની રહે તેવા અભિગમ સાથે આગામી ટૂંક સમયમાં જ આવા વિવાદાસ્પદ નામોના સ્થાને નવી નિમણૂકો થાય તેમ જણાય છે.

ટૂંકમાં ભાજપમાં હજી ૧૦૦ ટકા બધું સમુસુતરૂ નથી, અને ચૂંટણીઓની જાહેરાત થાય તે પહેલા જામનગર શહેર સંગઠનમાં નવાજુની થવાની પૂરી શક્યતા છે... મોવડી મંડળ સમક્ષ હજી પણ કેટલીક રજૂઆતોનો દોર ચાલુ છે, ત્યારે... એવરીથીંગ ઈસ પોસીબલ ઈન બીજેપી!!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh