Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચૈત્ર માસમાં વરસાદી માહોલ સર્જાતા
જામનગર તા. ૩: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હાલાર સહિત સમગ્ર ગુજરાતમાં પડી રહી છે. હવામાન વિભાગ દ્વારા કરાયેલી માવઠાની આગાહી સાચી પડી રહી છે. ગુજરાતના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદના વાવડ મળી રહ્યા છે.
જામનગરમાં પણ ગઈકાલે પલટાયેલા વાતાવરણ પછી નભમાં વાદળોનો જમાવડો થતા ચૈત્ર માસમાં અષાઢી માહોલ સર્જાયો હતો, જે આજે પણ યથાવત્ રહ્યો છે. ગઈકાલે બપોરે તથા આજે સવારે કમોસમી વરસાદ વરસ્યો હતો. મેઘાવી માહોલ અને ઝપાટાબંધ રીતે ફૂંકાતા તેજીલા વાયરાઓના પગલે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
જામનગરમાં શુક્રવારે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન એક ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન રર ડીગ્રી નોંધાયું હતું, જ્યારે કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાનનો પારો ૩૧ ડીગ્રીએ સ્થિત રહ્યો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૪ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૩૦ થી ૩પ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial