Advertisement
Author: નોબત સમાચાર

જાહેર સાહસો, ખાનગી ઉદ્યોગો-સંસ્થાઓના નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં વધારો કરવા રજૂઆત

જામનગરના મજુર મહાજન સંઘ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગરના મજુર મહાજન સંઘ દ્વારા ખાનગી ઉદ્યોગો સંસ્થાઓના નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં વધારો કરવાની માંગણી સાથે જિલ્લા કલેકટર મારફત ઉચ્ચ કક્ષાએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.

ઈ.પી.એફ. પેન્શન યોજના-૧૯૯૫ અંતર્ગત મીનીમમ રૂ. ૧૦૦૦/-ની મર્યાદામાં પેન્શન મેળવતા તમામ સાર્વજનિક, ખાનગીક્ષેત્ર, જાહેર સાહસો, નાના મોટા કારખાનાઓ, જેવા કે બ્રાસપાર્ટ, કાપડ ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, કેમીકલ્સ ઉદ્યોગ, ઓઈલ ઉદ્યોગ, એસ.ટી. કોર્પોરેશન દુધની ડેરી ઉદ્યોગ, ખાંડના કારખાનાઓ સહકારી બેંકો, અર્ધ સરકારી કચેરીઓના તેમજ નગરપાલિકાઆ, મહાનગરપાલિકામાં સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટના કર્મચારીઓ, આઉટસોસીંગના કર્મચારીઓ તેમજ અન્ય જુદા જુદા ઉદ્યોગ ધંધાના સેવા નિવૃત્તિ કર્મચારીઓમાં જામનગર યુનિટ પણ એન.એ.સી. સંગઠન બુલદાના (મહારાષ્ટ્ર) સાથે જોડાયેલા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં મજુર મહાજન સંઘ, જામનગરના જનરલ સેક્રેટરી તેમજ એન.એ.સી. ના પ્રતિનિધિ પંકજભાઈ જોશીની આગેવાની હેઠળ યોજાયો હતો. જેમાં મજુર સેવા સંઘ (ઈન્ટુક)ના પ્રમુખ હમીદભાઈ દેદા, -એસ.ટી. નિવૃત્ત કર્મચારી મંડળના નરશીભાઈ દાઉદીયા, જી.ઈ.બી. નિવૃત્ત કર્મચારી મંડળના દિપકભાઈ ત્રિવેદી, ગુજરાત બેંક વર્કસ યુનિયન, જામનગર સેક્રેટરી કુલિનભાઈ ધોળકીયા, દિગ્વિજય સિમેન્ટ કંપનીના વિજયસિંહ જાડેજા, નાથાભાઈ વ્યાસ,  દિગ્જામ વુલન મીલના રાજેન્દ્રસિંહ સોઢા, સહકારી બેંકના ભરતસિંહ જાડેજા, તેમજ નવીનમામા, બેડેશ્વર ઉદ્યોગ વિસ્તાર કામદાર નેતા રણજીતસિંહ તથા જુદી-જુદી સંસ્થાઓના ઈ.પી.એફ.-૧૯૯૫ પેન્શન યોજના સાથે  સંકળાયેલા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પેન્શનમાં વધારો કરી રૂ. ૭,૫૦૦/- તેમજ તેની ઉપર કેન્દ્ર સરકાર દ્વારા વખતો વખતનું બહાર પડાતું મોંઘવારી ભથ્થુ અને મેડિકલની રકમ મેળવવા રજૂઆત કરવામાં આવી હતી. સરકાર સમક્ષ સને ૨૦૧૬ થી રજૂઆત તથા લડત કરવામાં આવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh