Advertisement
Author: નોબત સમાચાર

'ટિકટોક યુએસએ'નો ૧૪ અબજ ડોલરમાં સોદોઃ ટ્રમ્પની મંજુરી પછી પ્રતિબંધો ટળ્યા

આ ડીલ પછી ટિક ટોક અમેરિકાના કાયદાનું ચૂસ્ત પાલન કરશેઃ

                                                                                                                                                                                                      

ન્યુયોર્ક તા. ર૬: ૧૪ અબજ     ડોલરમાં 'ટિકટોક યુએસએ' વેંચાઈ ગયું હોવાનું જાણવા મળે છે. ટ્રમ્પના આદેશ પછી ડીલ ફાયનલ થયું છે. ટિકટોક પરના હાલ૫ૂરતા પ્રતિબંધો ટળી ગયા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિકટોકનું અમેરિકા યુનિટ વેંચવા મંજુરી આપી દીધી છે. ગુરુવારે તેમણે આ ડીલ પર એક્ઝિક્યુટીવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતાં. અમેરીકા અને ચીન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ વચ્ચે અમેરિકાએ ટિકટોક યુએસએ વેંચવા નિર્ણય લીધો છે.

અમેરિકાએ અનેક વખત ટિકટોકને દેશની રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી ગણાવ્યું હતું, જો કે હવે ટિકટોકની માલિકી અમેરિકાની ઓરેકલ અને સિલ્વર સંયુક્ત રોકાણ સાહસ મારફત મેળવવામાં આવી તો દેશવ્યાપી ટિકટોક પરના પ્રતિબંધો દૂર કરાશે. આ ડીલ ૧ર૦ દિવસની અંદર પૂર્ણ થશે.

મીડિયા રિપોર્ટ અનુસાર અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે જણાવ્યું હતું કે, ટિકટોક યુએસની વેલ્યુ ૧૪ અબજ ડોલર આંકવામાં આવી છે. ટ્રમ્પના એક્ઝિક્યુટીવ ઓર્ડરના કારણે ટિકટોક પર પ્રતિબંધનો નિર્ણય હાલપૂરતો ટાળવામાં આવ્યો છે. એક્ઝિક્યુટીવ ઓર્ડર ડિપાર્ટમેનટ ઓફ જસ્ટિસના નિયમને લાગુ કરતા અટકાવે છે જે હેઠળ ટિકટોકની પેરેન્ટ કંપની બાયટડાન્સ દેશભરમાં પ્રતિબંધ કરવામાં આવી હતી.

આ ડીલ હેઠળ, ટિકટોક યુએસ હવે નવા બોૃડ ઓફ ડાયરેક્ટર્સની નિમણૂક કરશે. સાથે આલ્ગોરિધમ રિકમેન્ડેશન સોર્સ કોડ, અને કન્ટેન્ટ મોડરેશન સિસ્ટમ પણ નવા માલિકને ટ્રાન્સફર કરશે. ટ્રમ્પના એક્ઝિક્યુટીવ ઓર્ડર પછી ઓરેકલ ટિકટોક યુએસનું સિક્યોરિટી કામકાજ સંભાળશે. તેમજ ક્લાઉડ સર્વિસ પણ ઓફર કરશે. અમેરિકાની ઓરેકલ, સિલ્વર લેક અને અબુ ધાબીનું એમજીએક્સ ગ્રુપ નવા યુનિટમાં ૪પ% હિસ્સો ખરીદશે. મીડિયાએ જણાવ્યું કે, શરૂઆતમાં ચીને વિરોધ કર્યો હતો, પરંતુ અમે ઈચ્છતા હતાં કે ટિકટોક કામ કરતું રહે અને અમેરિકાનો ડેટા પણ સુરક્ષિત રહે.

ટ્રમ્પે જણાવ્યું હતું કે, મેં આ મામલે ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે વાત કરી અને તેમણે સહમતિ આપી હતી. તેઓ સહમત થયા છે કે ટિકટોક યુએસ સંપૂર્ણપણે અમેરિકા દ્વારા ઓપરેટ કરવામાં આવે. ટિકટોકના નવા માલિક આ અંગે ખ્યાલ રાખશે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ પ્રોપેગેન્ડા ફેલાવવામાં ન થાય. આ મામલે બાયટડાન્સે કોઈ જાણકારી આપી નથી. ઉલ્લેખનિય છે કે, ટિકટોક અમેરિકામાં પોતાનું સ્થાન જાળવી રાખવા માટે તેના કાયદાઓનું સંપૂર્ણપણે પાલન કરવું પડશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh