Advertisement
Author: નોબત સમાચાર

એલપીજીની આયાત અને ઉત્પાદન વધારીને ભારતે યુદ્ધની જનતા પર માઠી અસરો ઘટાડી

દેશના ૩૩ કરોડ ઘરમાં પુરવઠો જાળવવાનો સરકાર સામે પડકાર

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૭: યુદ્ધગ્રસ્ત વૈશ્વિક સ્થિત વચ્ચે ભારતે એલપીજી આયાતમાં વધારો કર્યો છે. ખાતર ક્ષેત્રને ૯૦% ગેસ ફાળવ્યો છે. અને ડિજિટલ બુકિંગ દ્વારા પુરવઠો મજબૂત બનાવ્યો છે. આયાત અને ઉત્પાદન વધારી ૩૩ કરોડ ઘરોમાં પુરવઠો જાળવવા કવાયત હાથ ધરી છે.

ચાલુ વૈશ્વિક તેલ અને ગેસ કટોકટી વચ્ચે, ભારત સરકારે એલપીજી ગેસ ફાળવણીમાં ૯૦% વધારો કરીને સ્થાનિક ગ્રાહકોને પ્રાથમિકતા આપી છે. દેશને આ અઠવાડિયે ૬૨,૦૦૦ ટનથી વધુ એલપીજીના બે મોટા કાર્ગો પ્રાપ્ત થવાનું છે.

આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે દેશના ૩૩ કરોડથી વધુ ઘરોને રાંધણ ગેસનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવો પડકારજનક બની ગયો છે. પેટ્રોલિયમ મંત્રાલયની આ તત્પરતા ખાતરી કરશે કે પશ્ચિમ એશિયાઈ યુદ્ધની અસર ભારતીય ઘરો અને ખેતરો સુધી ન પહોંચે.

સરકારી તેલ માર્કેટિગ કંપનીઓ દરેક શક્ય સ્ત્રોતમાંથી ક્રૂડ તેલ, એલપીજી  અને એલએનજી ખરીદી રહી છે. ગ્રીન સાનવી અને ગ્રીન આશા નામના બે જહાજો, જે અનુક્રમે ૪૬,૫૦૦ અને ૧૫,૫૦૦ ટન એલપીજી  વહન કરે છે, તેમણે હોર્મુઝની સામુદ્રધુની સફળતાપૂર્વક પાર કરી છે.

પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે સ્થાનિક રસોઈ ગેસ પુરવઠો હાલમાં પૂરતો છે, જોકે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ૨૮ ફેબ્રુઆરીએ પશ્ચિમ એશિયામાં સંઘર્ષ શરૂ થયા પછી સરકારે રિફાઇનરીઓ અને પેટ્રોકેમિકલ પ્લાન્ટ્સને એલપીજી ઉત્પાદન વધારવાનો નિર્દેશ આપ્યો હતો, જેના કારણે સ્થાનિક ઉત્પાદનમાં ૪૦% વધારો થયો હતો.

ભારત તેની એલપીજી જરૂરિયાતોના ૬૦% આયાત કરે છે, જેમાંથી ૯૦% પશ્ચિમ એશિયા, મુખ્યત્વે કતારથી આવે છે. ખાતર ઉત્પાદન માટે કુદરતી ગેસ બળતણ અને કાચા માલ બંને તરીકે કામ કરે છે. અગાઉ, આ પ્રદેશને તેના ગેસનો ૭૦-૭૫% મળતો હતો, જે હવે વધારીને ૯૦% કરવામાં આવ્યો છે. ખેડૂતો માટે ખાતરની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય મહત્ત્વ પૂર્ણ માનવામાં આવે છે.

દરમિયાન, હોટલ, રેસ્ટોરન્ટ અને હોસ્ટેલ જેવા વાણિજ્યિક ગ્રાહકો હાલમાં તેમની ગેસની જરૂરિયાતના લગભગ ૭૦% જ મેળવી રહૃાા છે. સરકારનું ધ્યાન ઘરેલુ ગ્રાહકોને પ્રાથમિકતા આપવા પર છે. છેલ્લા ત્રણ અઠવાડિયામાં, આશરે ૭૯,૯૦૦ ટન વાણિજ્યિક એલપીજી  વેચાયું છે, જે લગભગ ૪.૨ મિલિયન સિલિન્ડર જેટલું છે.

સરકારે એલપીજી  વિતરણમાં પારદર્શિતા વધારવા માટે ડિજિટલ સિસ્ટમને મજબૂત બનાવી છે. હાલમાં, ૯૭% રિફિલ બુકિંગ ઓનલાઈન થાય છે, અને ૯૦% ડિલિવરી ડિલિવરી એક્ટિવેશન કોડ દ્વારા કરવામાં આવે છે, જે કાળાબજાર અને ડાયવર્ઝનને અટકાવે છે. વધુમાં, વિદ્યાર્થીઓ અને સ્થળાંતરિત મજૂરો માટે ઉપયોગી ૫ કિલો ફ્રી ટ્રેડ એલપીજી સિલિન્ડર બજારમાં પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે. છેલ્લા ૧૪ દિવસમાં ૬.૭૫ લાખથી વધુ રિફિલ વેચાયા છે. દિલ્હીમાં આ સિલિન્ડરોની કિંમત રૂ.૫૪૯ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh