Advertisement
Author: નોબત સમાચાર

લાઈટ બીલ માટે લોન માંગવી પડી, તેવા સંજોગોમાં ખંભાળિયા નગરપાલિકા રૂ।. દોઢ કરોડ કયાંથી કાઢશે ?

ઈ.પી.એફ.ની વર્ષ-૨૦૧૧થી કપાત નહીં કરવાની ભૂતકાળની ગંભીર ભૂલ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૨૫: ખંભાળિયા નગરપાલિકાના પૂર્વ શાસકો તથા પૂર્વ અધિકારીઓના સમયની એક ગંભીર ભૂલ કે બેદરકારીથી હાલના સમયમાં દોઢેક કરોડ રૂપિયા પાલિકાએ ભરવાના આવ્યા છે. જે એવી સ્થિતિમાં કે લાઈટ બીલના પોણા બે કરોડ ભરવા માંગી છે.!!

૨૦૧૧ની સાલમાં પાલિકામાં કામ કરતા રોજમદારો તથા ફીકસ પગારના કર્મચારીઓના ઈ.પી.એફ.ના પૈસા કાપવા તથા ભરવા આદેશ થયેલો ઈ.પી.એફ.ના પૈસા કાપવા તથા ભરવા આદેશ થયેલો. ઈ.પી.એફ.માં જેટલી રકમ કર્મચારીની કપાય તેટલો જ ફાળો પાલિકાએ ભરવાનો થાય ૨૦૧૨થી તેનો અમલ થયો હતો. પણ ખંભાળિયા પાલિકાએ ૨૦૧૨થી ૨૦૧૫ સુધીના તો પૈસા ભર્યા કે ના રેગ્યુલર પાલિકા કર્મીઓ પાસેથી કાપ્યા જેથી ૨૦૧૨થી ૨૦૧૫ સુધીના પૈસા ભરાયા નહીં ૨૦૧૫થી ભરવાનું શરૂ થયું પણ ૨૦૧૨થી ૨૦૧૫ના બાકી પૈસા જે રકમ દોઢેક કરોડ ઉપરની થાય છે તે કર્મચારીના તથા પાલિકાના ફાળાના હવે પાલિકા એ જ ભરવા નિયમકે હુકમ કર્યો હતો અને ૨૦૧૨થી ૧૫ના એટલે કે ચૌદ વર્ષ પહેલાની જંગી રકમ હવે પાલિકાએ ભરવાની છે જેનો ઠરાવ પણ તાજેતરમાં પાલિકાની છેલ્લી સામાન્ય સભામાં કરવામાં આવ્યો ત્યારે નાનકડી ભૂલથી કર્મચારીએ ભરવાના પૈસા પણ પાલિકાએ ભરવાના થયા છે. ત્યારે ઈ.પી.એફ. મુદો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh