Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૦ર એપ્રિલ, ગુરૂવાર અને ચૈત્ર સુદ પૂનમનું રાશિફળ

મિથુન સહિત બે રાશિના જાતકોને યશ-પદ-ધનમાં વૃદ્ધિ થાય. ધારણા પ્રમાણે ફળ  પ્રાપ્તિ થાય.

 

Aries (મેષ: અ-લ-ઈ)

આપના ગણતરી-ધારણા પ્રમાણેનું કામ થવાથી આપને આનંદ રહે. રાજકિય-સરકારી  કામકાજ થઈ શકે.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૬-૪

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના કામમાં સાનુકૂળતા મળી રહે. કૌટુંબિક-પારિવારિક કામકાજ અંગે વ્યસ્તતા-દોડધામ  છતાં આનંદ રહે.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૪-૧

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ રહે. અગત્યના કામ અંગે  મુલાકાત થાય.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૬-૫

 

Cancer (કર્ક: ડ-હ)

આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. બેચેની  અનુભવાય.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૧-૪

 

Leo (સિંહ: મ-ટ)

આપના રૂકાવટ વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સિઝનલ  ધંધામાં આવક જણાય.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૫-૨

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. સિઝનલ ધંધામાં આપે માલનો  ભરાવો કરવો નહીં.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૭-૪

 

Libra (તુલા: ર-ત)

આપના અગત્યના કામકાજનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય  તો લઈ શકાય.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૭-૪

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપે તન-મન-ધન-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કામકાજમાં વિલંબ  જણાય.

શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૨-૬

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

નોકરી-ધંંધાના કામકાજ અંગે બહારગામ જવાનું બને. ભાઈ-ભાંડુવર્ગનો સાથ-સહકાર મળી  રહે.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૫-૮

 

Capricorn (મકર: ખ-જ)

દિવસના પ્રારંભથી જ આપને સતત કોઈને કોઈ કામકાજ અંંગે દોડધામ-શ્રમ જણાય.  જમીન-મકાનના કામ થાય.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૩-૯

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો.  પરદેશના કામ થઈ શકે.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૪-૧

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

રાજકિય-સરકારી કામકાજમાં, ખાતાકીય કામકાજમાં આપને પ્રતિકૂળતા રહે. વાદ-વિવાદથી  સંભાળવું.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૨-૬



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh