Advertisement
Author: નોબત સમાચાર

ભારતીયોને તત્કાળ ઈરાન છોડવા એડવાઈઝરી

તહેરાન સ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા

                                                                                                                                                                                                      

તહેરાન તા. ૮: તહેરાન સ્થિત ભારતીય દૂતાવાસે ઈરાન સ્થિત ભારતીયોને તાત્કાલિક ઈરાન છોડવાનો આદેશ આપ્યો છે. ભારતીય નાગરિકો માટે એમ્બેસીનો નવો આદેશ છે.

ઈરાન અને આસપાસના વિસ્તારમાં બદલાતી જતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તહેરાન સ્થિત ભારતીય દૂતાવાસે ત્યાં વસતા તમામ ભારતીય નાગરિકો માટે આજે (૮ એપ્રિલ) એક નવી અને અત્યંત મહત્ત્વની એડવાઈઝરી જાહેર કરી છે.

આ અગાઉ ૭ એપ્રિલ ર૦ર૬ ના પણ સૂચના આપવામાં આવી હતી, જેનો આજના પરિપત્રમાં ફરી ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભારતીય દૂતાવાસે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જે ભારતીય નાગરિકો હાલમાં ઈરાનમાં છે, તેઓએ વહેલી તકે ઈરાન છોડી દેવો જોઈએ. આ માટે નાગરિકોએ એમ્બેસી સાથે સતત સંપર્કમાં રહેવા અને દૂતાવાસ દ્વારા સૂચવવામાં આવેલા સુરક્ષિત રૂટનો જ ઉપયોગ કરવા માટે ખાસ તાકીદ કરવામાં આવી છે.

એડવાઈઝરીમાં એ બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે કે, કોઈપણ ભારતીય નાગરિકે એમ્બેસીની પૂર્વ મંજુરી કે સંકલન વગર આંતરરાષ્ટ્રીય જમીની સરહદો ઓળંગવાનો પ્રયાસ કરવો નહીં. સુરક્ષાના કારણોસર દૂતાવાસના માર્ગદર્શન હેઠળ જ આગળ વધવું હિતાવહ છે.

મુશ્કેલીના સમયે મદદમાટે ભારતીય દૂતાવાસે નીચે મુજબના ઈમરજન્સી મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈટી જાહેર કર્યા છે. મોબાઈલ નંબરોઃ ૯૮૯૧ર૮૧૦૯૧૧પ, ૯૮૯૧ર૮૧૦૯૧૦ર, ૯૮૯૧ર૮૧૦૯૧૦૯, ૯૮૯૯૩ર૧૭ તથા છે .

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh