Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટ રેન્જ ટીમે અંકલેશ્વરમાંથી પકડ્યોઃ
જામનગર તા. ૩૧: મહેસાણામાં વીસ વર્ષ પહેલાં નોંધાયેલા છેતરપિંડીના એક ગુન્હા ઉપરાંત જામનગરના એક ગુન્હામાં સંડોવાયા પછી નાસતા ફરતા અંકલેશ્વરના શખ્સને રાજકોટ રેન્જની ટીમે દબોચી લીધો છે.
જામનગરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં છેતરપિંડીનો એક ગુન્હો નોંધાયો હતો. તે ઉપરાંત વીસેક વર્ષ પહેલાં મહેસાણા કડી પોલીસ સ્ટેશનમાં પણ આઈપીસી ૪૦૬, ૪૨૦ હેઠળ ગુન્હો નોંધાયો હતો. જેમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં હવા મેલ પાસે રહેતા ઈમ્તિયાઝ નુરમામદ દરજાદા ઉર્ફે ભોલાની સંડોવણી જાહેર થઈ હતી.
આ શખસ નાસતો ફરતો હતો. તેની ચાલી રહેલી શોધ દરમિયાન રાજકોટ રેન્જની પોલીસ ટીમના પીઆઈ આર.એચ. બારની સૂચનાથી પીએસઆઈ પી.એન. મોરી, બી.સી. મિયાત્રા તથા ટીમે આ શખ્સને અંકલેશ્વરમાંથી દબોચી લીધો છે. તેનો કબજો લગત પોલીસ મથકને સોંપવાની તજવીજ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial