Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ઓશવાળ સેન્ટરમાં આવતીકાલે ન્યુ યાત્રિક ભવનનું ભૂમિપૂજન

ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘના પ્રમુખ તથા તેઓના ધર્મપત્નીના હસ્તે

                                                                                                                                                                                                      

જામનગર તા. રઃ ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘ દ્વારા 'ન્યુ યાત્રિક ભવન'નું નિર્માણ ઓશવાળ સેન્ટર સંકુલ, જામનગરમાં થશે જેનું ભૂમિપૂજન તથા ખાતમુહૂર્ત તા. ૩-૪-ર૦ર૬ ના શુક્રવારે સવારે ૧૦-૦૧ વાગ્યે સંઘના પ્રમુખ મુકેશ લખમશી સાવલા અને તેમના ધર્મપત્ની નીતા મુકેશ સાવલાના વરદ્ હસ્તે કરવામાં આવશે.

જેમાં તા. ૩/૪ ના સવારે ૭-૦૧ થી ૮-૦૧ ઓશવાળ સેન્ટર પગારી નં. ૧ માં નાસ્તો, ૮-૦૧ થી ૮-૩૧ ઓશવાળ સેન્ટર ઓફિસથી સામૈયું, ૮-૩૧ થી ૧૦-૦૧ નિર્માણાધીન ન્યુ યાત્રિક ભવન સ્થળે સ્નાત્ર પૂજા, વાસ્તુ પુરૂષ સ્થાપના, અને પાટલા પૂજન, ૧૦-૦૧ થી ૧૦-૩૧ ભૂમિ પૂજન અને ખાતમુહૂર્ત, સવારે ૧૧-૦૧ થી બપોરના ૧-૩૦ વાગ્યા સુધી ઓશવાળ બેન્કવેટ હોલમાં પ્રમુખ મુકેશ લખમશી સાવલાના અધ્યક્ષસ્થાને મંચસ્થ કાર્યક્રમ, બપોરે ૧૧-૩૧ થી ર-૦૧ વાગ્યા દરમિયાન ઓશવાળ સેન્ટર પરિસરમાં નાતજમણ રાખવામાં આવ્યું છે. ખાતમુહૂર્ત પ્રસંગે બહારગામથી આવનારા શ્રેષ્ઠી પરિવાર, સંઘ પરિવાર, તથા મહેમાનો અને આમંત્રિતો માટે ઉતારા, ચા-નાસ્તો તથા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.

ગ્રાઉન્ડ નં. ૪ માળના આ અદ્યતન યાત્રિક ભવનમાં ૪૮ રૂમ બનાવવામાં આવશે. ન્યુ યાત્રિક ભવન પ્રોજેક્ટ ભંડોળ યોજનામાં બિલ્ડીંગનું મુખ્ય નામકરણ (સંખ્યા-૧, નકરો રૂ।. ર૦૦ લાખ), પ્રત્યેક ફ્લોર નામકરણ (સંખ્યા-૪, નકરો રૂ।. પ૧ લાખ), લિફ્ટ તકતી ગ્રાઉન્ડ ફ્લોર (સંખ્યા-ર, નકરો રૂ।. રપ લાખ), મુખ્ય એડમીન ઓફિસ તકતી-ગ્રાઉન્ડ ફ્લોર (સંખ્યા-૧, નકરો રૂ।. રપ લાખ), રિસેપ્શન એરિયા તકતી-ગ્રાઉન્ડ ફ્લોર (સંખ્યા-૧, નકરો રૂ।. રપ લાખ), કોન્ફરન્સ રૂમ તકતી-ગ્રાઉન્ડ ફ્લોર (સંખ્યા-૧, નકરો રૂ।. ૧પ લાખ), સ્ટોર રૂમ તકતી-ગ્રાઉન્ડ ફ્લોર (સંખ્યા-૧, નકરો રૂ।. ૭.પ લાખ), અને પ્રત્યેક રૂમ તકતી-૧ થી ૪ ફ્લોર (સંખ્યા-૪૮, નકરો રૂ।. પ.પપ લાખ) નો સમાવેશ કરવામાં આવ્યો છે.

ભંડોળ તથા પ્રોજેક્ટની વધુ માહિતી માટે ન્યુ યાત્રિક ભવન પ્રોજેક્ટ સમિતિના કાન્વીનર મુકેશભાઈ સાવલા મો. ૯૮ર૦ર ૯૬રપ૮, સભ્ય અશોકભાઈ મારૂ મો. ૯૩ર૦૦ ૮૮૩૩૬, જીનેશ શાહ મો. ૯૮૭૯પ ૧ર૦૪૦ સહિતના પ્રજેક્ટ સમિતિના સભ્યોનો સંપર્ક કરી શકાય છે.

આ મંગલ અવસરે જ્ઞાતિજનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા સંઘના પ્રમુખ મુકેશભાઈ સાવલા, ઉપપ્રમુખ મનિષભાઈ શાહ, માનદ્મંત્રી વીનિતભાઈ હરિયા, ખજાનચી પિયુષભાઈ જાખરિયા, ટ્રસ્ટ બોર્ડ ર૦રપ-ર૦૩૧ ના મે. ટ્રસ્ટી રતિલાલ સુમરિયા, ટ્રસ્ટીઓ મુકેશ શાહ, અમૃતલાલ ગુઢકા, રજનીકાંત નગરિયા અને યોગેશ શાહ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh