Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચેક પરતના કેસમાં સજા યથાવત્ રહીઃ
જામનગર તા. ૧૩: જામનગરની એક સોસાયટીના સભાસદ સામે રૂ।.૪૨,૩૦૦ના ચેક પરતની કરાયેલી ફરિયાદમાં અદાલતે આરોપીને છ મહિનાની કેદ અને ચેકની રકમનો દંડ કર્યાે હતો. તે હુકમ સામે કરાયેલી અપીલમાં નીચેની કોર્ટનો હુકમ યથાવત રહ્યો છે.
જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો. ઓપ. સોસાયટીના સભાસદ મિતેશ દયાશંકર દવેએ સોસાયટીમાંથી લોન મેળવી તેની પરત ચુકવણી માટે ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા સોસાયટીએ અદાલતમાં નેગો. ઈન્સ્ટ્રુ. એક્ટની કલમ ૧૩૮ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
ઉપરોક્ત કેસ ચાલી જતા અદાલતે આરોપી મિતેશ દયાશંકર દવેને છ મહિનાની કેદ અને ચેકની રકમ રૂ।.૪૨,૩૦૦નો દંડ ફટકાર્યાે હતો. આ હુકમ સામે આરોપીએ સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. તે અપીલ ચાલી જતા અદાલતે નીચેની કોર્ટનો હુકમ યથાવત રાખી આરોપીને હાજર થઈ જવા હુકમ કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial