Advertisement
Author: નોબત સમાચાર

જાણો ૦૩ ઓગસ્ટ થી ૧૦ ઓગસ્ટ ૨૦૨૫ સુધીનું સાપ્તાહિક રાશિફળ

મિથુન સહીત ત્રણ રાશિને આવનારા સપ્તાહમાં પરિવર્તન આવે, સ્વાસ્થ્ય સાચવવું

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના માટે મહત્ત્વના કાર્યોમાં સાવધાની રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના અગત્યના નિર્ણય લેવામાં થાપ ખાઈ શકો છો. હકીકત અને કલ્પનાની વચ્ચે અટવાતા જણાવ. આર્થિક રોકાણ તથા મિલકતની ખરીદીમાં સાવચેત રહેવું. સ્વાસ્થ્ય સુખાકારી સારી રહેવા પામે. પારિવારિક ક્ષેત્રે વડીલ વર્ગ, માતા-પિતા તરફથી સહકાર તથા સ્નેહ પ્રાપ્ત કરી શકશો. સંતાન અંગે ચિંતા હશે તો દૂર થશે. નોકરિયાત વર્ગને કાર્યબોજ વધતો જણાય. તા. ૪ થી ૭ આરોગ્ય સુધરે. તા. ૮ થી ૧૦ સંભાળવું.

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તમારા માટે સામાજિક કાર્યોમાં કાર્યરત રાખનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપના દ્વારા કોઈ મહત્ત્વનું કાર્ય સંપન્ન થાય, જેના કારણે આપની માન-પ્રતિષ્ઠામાં ચારચાંદ લાગી જાય. આપના કાર્યક્ષેત્રે આપ વ્યસ્ત જણાવ. મોજશોખ પાછળ નાણાનો વ્યય શક્ય બને. નોકરી-ધંધા-વ્યવસાયમાં પ્રગતિ-ઉન્નતિ જોવા મળે. સંતાનના અભ્યાસ અને આરોગ્ય બાબતે ચિંતા રહ્યા કરે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. તા. ૪ થી ૭ વ્યસ્તતા. તા. ૮ થી ૧૦ ખર્ચાળ.

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના માટે પરિવર્તનશીલ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ગ્રહગોચર બદલાતા તેમજ સમય આપના પક્ષે આવતો જણાય. વ્યાપાર-વ્યવસાયમાં આકસ્મિક લાભ પ્રાપ્ત થઈ શકે. સ્વાસ્થ્ય બાબતે કઈ સમસ્યા હશે તો તેમાં ધીમી ગતિએ પણ સુધારો જોવા મળે. ગૃહસ્થજીવનમાં વાતાવરણ ઉગ્ર બની શકે છે. વાણી ઉપર સંયમ રાખવો શ્રેષ્ઠ રહેશે. જમીન-મકાનના પડતર પ્રશ્નોનો નિકાલ લાવવામાં સફળતા મળે. તા. ૪ થી ૭ તણાવ રહે. તા. ૮ થી ૧૦ શુભ ફળદાયી.

 

Cancer (કર્ક: ડ-હ)

તમારા માટે સુખમય પરિસ્થિતિનું નિર્માણ કરનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની માનસિક સ્થિતિ પ્રસન્નતાભરી રહેવા પામે. સમય પરિવારજનો સાથે-સ્નેહીજનો સાથે આનંદપૂર્વક પસાર થાય. ભૌતિક સુખ-સગવડ, ભોગ-વિલાસના સાધનો પાછળ સમય અને નાણાનો વ્યય થતો જણાય. વ્યાપાર-વ્યવસાયમાં મંદીના દર્શન થાય. ધાર્યો લાભ મેળવવા હજુ યોગ્ય સમયની રાહ જોવી પડે. સાંસારિક જીવનમાં એકમેકનો સાથ-સહકાર મળી રહે. તા. ૪ થી ૭ આનંદિત. તા. ૮ થી ૧૦ લાભદાયી.

 

Leo (સિંહ: મ-ટ)

આપના માટે માનસિક શાંતિઓ અનુભવ કરાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન લાંબા સમયથી ચાલી આવતી તકલીફોમાંથી બહાર આવવાના રસ્તા મળે. નાણાકીય સ્થિતિ મજબૂત બનતા માનસિક રાહતનો અનુભવ થાય. પારિવારિક ક્ષેત્રે વડીલ વર્ગ તરફથી લાભ પ્રાપ્ત થાય. આરોગ્યે બાબતે તકેદારી રાખવી. નોકરિયાત વર્ગને કામના બદલામાં પ્રશંસા-વખાણ સાંભળવા મળે. વિદ્યાર્થી વર્ગે ઈચ્છિત ફળ મેળવવા માટે મહેનત વધારવી પડે. યાત્રા-પ્રવાસ થાય. તા. ૪ થી ૭ સુખદ. તા. ૮ થી ૧૦ આરોગ્ય સાચવવું.

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તમારા માટે તબિયત સાચવવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન સ્વાસ્થ્ય અંગે તકેદારી રાખવી આવશ્યક બની રહે. ખાન-પાન, આહાર-વિહારમાં નિયંત્રણ રાખવું જરૂરી જણાય. વેપારી વર્ગને નવી ધંધાકીય ખરીદી શક્ય બને. સામાજિક ક્ષેત્રે ગુમાવેલી નામના-કીર્તિ પરત મેળવી શકશો. ભાઈ-બંધુ સાથે કોઈ વિવાદ હશે તો તેનો સુખદ નિકાલ આવી શકે. મિત્રથી લાભ થાય. વડીલ વર્ગના આશીર્વાદ આપની મનોકામના પૂર્ણ કરી શકે. યાત્રા-પ્રવાસ થાય. તા. ૪ થી ૭ સ્વાસ્થ્ય સાચવવું. તા. ૮ થી ૧૦ માન-સન્માન.

 

Libra (તુલા: ર-ત)

આપના માટે ધંધા-વ્યવસાય ક્ષેત્રે લાભ અપાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન વ્યાપાર-ધંધા ક્ષેત્રે લાંબા સમયથી ચાલી આવતી મંદીની અસરમાંથી મુક્તિ મેળવી શકશો. ધાર્યો લાભ પ્રાપ્ત થતાં ઉત્સાહમાં વધારો થતો જોવા મળે. નાણાકીય સ્ત્રોતો મેળવવાનો માર્ગ મોકળો થતો જણાય. ગૃહસ્થજીવનનું વાતાવરણ ડામાડોળ થતું બચાવી શકશો. જમીન-મકાન-રહેઠાણને લગતા પ્રશ્નો હશે તો તેનો નિકાલ લાવી શકશો. તા. ૪ થી ૭ વિવાદ ટાળવા. તા. ૮ થી ૧૦ સફળતાદાયક.

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તમારા માટે મધ્યમ પ્રકારનો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન વ્યાપાર-ધંધામાં વાતાવરણ શુષ્ક જણાય. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકો માટે સમય કષ્ટદાયી પૂરવાર થાય. શત્રુ વિરોધીઓ હાવી થતા જણાય. આર્થિક બાબતે નાણાકીય તંગી સ્પષ્ટ વર્તાય. આરોગ્ય સુખાકારી ઉત્તમ રહે. જુના રોગોમાંથી મુક્તિ મળતા રાહત જણાય. સાંસારિક જીવનમાં એકમેકનો સાથ-સહકાર મળી રહે. વડીલ વર્ગના સ્વાસ્થ્ય બાબતે ચિંતા જણાય. તા. ૪ થી ૭ નાણાભીડ. તા. ૮ થી ૧૦ પારિવારિક કાર્ય થાય.

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના માટે નાણાભીડનો અનુભવ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આર્થિક વ્યવહાર કરતી વખતે સાવધાની રાખવી. આકસ્મિક કે અણધાર્યા ખર્ચ થવાની પૂર્ણ શક્યતા જણાય છે. નિશ્ચિત આયોજન બનાવી કામ લેશો તો ફાયદામાં રહેશો. જમીન-મકાન-રહેઠાણને લગતા પ્રશ્નો હલ થતા જણાય. સ્વાસ્થ્ય સુખાકારી એકંદરે સારી રહેવા પામે. નોકરિયાત વર્ગને કાર્યના બદલામાં પ્રશંસા-વખાણ સાંભળવા મળે. દાંપત્યજીવનમાં ખટરાગ થઈ શકે છે. તા. ૪ થી ૭ ખર્ચ-વ્યય. તા. ૮ થી ૧૦ મધ્યમ.

 

Capricorn (મકર: ખ-જ)

તમારા માટે ઉત્સાહવર્ધક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે આપના અધુરા કે અટવાયેલા કાર્યો પૂર્ણ થતા જણાય. આર્થિક સ્થિતિ ધીમે ધીમે સુધરતા રાહત અનુભવી શકશો. ગૃહસ્થ જીવનમાં વાતાવરણ નરમ-ગરમ રહી શકે છે, જેને લીધે પરસ્પર અંતર વધતું જણાય. સ્વાસ્થ્ય્ લાભપ્રદ રહે. રાજકય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોને શત્રુ વિરોધીઓ પર વિજય પ્રાપ્ત થાય. મિલકત અંગેના પ્રશ્નો ગુંચવાતા જણાય. તા. ૪ થી ૭ આનંદદાયી. તા. ૮ થી ૧૦ મિશ્ર.

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના માટે પારિવારિક કાર્યો કરાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ આપના ઘર-પરિવારના અધુરા કાર્યો પૂરા કરતા જણાવ. માતા-પિતા-વડીલ વર્ગના આશીર્વાદથી આપની મોનકામના પૂર્ણ થતા જણાય. આરોગ્ય અંગે કોઈ સમસ્યા હશે તો ધીમે ધીમે દૂર થતી જણાય. આકસ્મિક ખર્ચાઓને કારણે આર્થિક બજેટ ખોરવાતું જણાય. નોકરિયાત વર્ગને કાર્યબોજ હળવો થતો જણાય. જાહેર જીવન ક્ષેત્રે સમય વ્યસ્તતાપૂર્ણ બની રહે. તા. ૪ થી ૭ સ્વાસ્થ્ય સુધરે. તા. ૮ થી ૧૦ પારિવારિક કાર્ય થાય.

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તમારા માટે શુભ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને કોઈ શુભ સમાચાર સાંભળવા મળે અથવા તો કોઈ શુભ ઘટના બનવા પામે. વિદ્યાર્થી વર્ગને પરીક્ષા-પ્રતિસ્પર્ધામાં સફળતા મળવાના યોગ જણાય છે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી તરફથી લાભ પ્રાપ્ત થાય. વ્યાપાર-વ્યવસાયમાં પ્રગતિના દર્શન કરી શકશો. ગૃહસ્થ જીવનમાં વસંત ખીલતી જણાય. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે માન-સન્માન પ્રાપ્ત થઈ શકે. તા. ૪ થી ૭ શુભ. તા. ૮ થી ૧૦ સામાન્ય.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh