Advertisement
Author: નોબત સમાચાર

રીપેરીંગમાં આપેલી મોટરના મામલે મનદુખ પછી મોટર માલિક, ગેરેજ સંચાલક બાખડ્યા

બંનેએ હુમલાની સામસામી નોંધાવી ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગરના એક આસામી સમારકામ માટે આપેલી મોટર પરત માંગતા ગેરેજ સંચાલક તથા તેના ભાઈ, માતા અને બહેને માર માર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. ત્યારે ગેરેજના સંચાલકે રીપેરીંગનો પૂરતો સામાન ન આપી અવારનવાર મોટર લેવા આવતા ગ્રાહકને કાલે આવવાનું કહેતા મોટરના માલિકે ફડાકો ઝીંકી માથામાં પથ્થર ફટકાર્યાની વળતી ફરિયાદ નોંધાવી છે.

જામનગરના સોનલ નગરમાં રહેતા મનિષ મંગાભાઈ વાઘેલા નામના આસામીએ પોતાની મોટર એરફોર્સ રોડ પર કોમલનગર નજીક બ્રિજ નીચે મોમાઈ કૃપા નામના ગેરેજમાં રીપેરીંગ માટે થોડા સમય પહેલાં આપી હતી. તેનું એન્જિન રીપેર કરવાનું હોવાથી ગેરેજ સંચાલક દર્પણ જમનભાઈ પારીયાને તે બાબતની વાત કર્યા પછી દર્પણ અવારનવાર એન્જિનનો સામાન મંગાવતો હતો. તે સામાન આપવા છતાં મોટર રીપેર કરવામાં આવતી ન હતી. તેથી બુધવારે સાંજે મનિષભાઈ પોતાની મોટર લેવા ગેરેજ ગયા ત્યારે તેની સાથે બોલાચાલી કરી દર્પણ પારીયા, તેના ભાઈ જીગા પારીયા અને દર્પણની માતા તથા બહેને બોલાચાલી કર્યા પછી ગાળો ભાંડી ઢીકાપાટુથી માર મારવા ઉપરાંત પતાવી દેવાની ધમકી આપી હતી. તેવી ફરિયાદ મનિષભાઈએ સિટી સી ડિવિઝનમાં નોંધાવી છે.

આ ફરિયાદની સામે ગેરેજના સંચાલક દર્પણ જમનભાઈ પારીયાએ વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યા મુજબ મનિષની મોટરનું એન્જિન રીપેર કરવાનું હતું. તે માટે મંગાવવામાં આવેલો સામાન મનિષ લઈ આવતો ન હતો તેથી મોટર રીપેર થઈ શકતી ન હતી. તે દરમિયાન બુધવારે સાંજે મનિષ મોટર લેવા આવ્યો ત્યારે દર્પણે કાલે લઈ જજો તેમ કહેતા મનિષે ગાળો ભાંડી થપ્પડ મારવા ઉપરાંત માથામાં પથ્થરનો ઘા ઝીંક્યો હતો. પોલીસે બંને ફરિયાદ રજીસ્ટરે લઈ બે મહિલા સહિત પાંચ સામે ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh