Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેરમાં ૫.૧૩ લાખ પૈકી ૨.૩૩ લાખથી વધુ મતદારોના ઘરે પહોંચ્યા એસઆઈઆર ફોર્મ

મળી રહ્યો છે હકારાત્મક પ્રતિસાદ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: એસઆઈઆર અંતર્ગત જામનગરમાં અત્યાર સુધી ૭૮- જામનગર (ઉત્તર) અને ૭૯-જામનગર (દક્ષિણ) વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ કુલ ૫,૧૩,૦૪૩ મતદારો પૈકી બી.એલ.ઓ. દ્વારા ૨,૩૩,૪૪૭ મતદારોના ઘરે જઈ ફોર્મ વિતરણ કરવામાં આવ્યું છે.

ભારતના ચુંટણી પંચ દ્વારા ગુજરાત સહીત અન્ય રાજ્યો માટે મતદાર યાદીની ખાસ સુધારણા ઝુંબેશ એસઆઈઆર અંતર્ગત તાઃ૪/૧૧/૨૦૨૫ થી તાઃ૪/૧૨/૨૦૨૫ સુધી બી.એલ.ઓ. એ ઘરે-ઘરે ફરીને મતદારો પાસે ગણતરી ફોર્મ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ છે.

જામનગર જિલ્લામાં પણ બીએલઓ દ્વારા મતદારોના ઘરે જઈને આ કામગીરી કરવામાં આવી રહી છે અને ઝોનલ અધિકારીઓ દ્વારા બી.એલ.ઓ.ની કામગીરીનું સતત મોનીટરીંગ કરવામાં આવે છે. ઉપરાંત ઝોનલ અધિકારી તેમજ મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને જિલ્લા ચૂંટણી અધિકારીને હજુ સુધી આ કામગીરી અંતર્ગત કોઈ ફરિયાદો મળેલી નથી કે ધ્યાને આવી નથી.

ગણતરી ફોર્મ ભરવા અંગે બી.એલ.ઓ. દ્રારા કેવી રીતે ફોર્મ ભરવુ તે અંગે સમજ પૂરી પાડવામાં આવે છે. ઉપરાંત ગણતરી ફોર્મની પાછળ રહેલ માહિતી પત્રક અંગે પણ સમજાવવામાં આવે છે. તેમ છતા કોઈને ફોર્મ ભરવામાં અગવડતા પડે તો ફોર્મ પરત લેવા આવીશું ત્યારે ફોર્મ ભરવામાં મદદ કરીશું તેમ પણ જણાવવામાં આવે છે.

અત્યાર સુધી ૭૮-જામનગર (ઉત્તર) વિધાનસભા મતવિસ્તાર તથા ૭૯-જામનગર (દક્ષિણ) વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ કુલ મતદારો ૫૧૩૦૪૩ પૈકી બી.એલ.ઓ. દ્વારા ૨૩૩૪૪૭ મતદારોને ઘરે ઘરે જઈ ફોર્મ વિતરણ કરવામાં આવ્યું છે. બાકીનાં ફોર્મનું વિતરણ પણ આગામી બે થી ત્રણ દિવસમાં પૂર્ણ કરી દેવામાં આવશે. એસઆઈઆરની કામગીરી બી.એલ.ઓ. દ્વારા તેઓની કચેરીની મુળ કામગીરી ઉપરાંત એસઆઈઆરની કામગીરીમાં પણ પૂરતો સમય આપી કરવામાં આવે છે. તેમ છતાં કોઇને કોઈ ચોક્કસ બી.એલ.ઓ. બાબતે રજુઆત હોય તો તેઓને જરૂરી સૂચના આપી કાર્યવાહી પણ કરવામાં આવશે.

આ ઉપરાંત જામનગરના જે તે વિસ્તારના મતદાન મથકોમાં સમાવિષ્ટ બી.એલ.એ.ને તા.૦૩/૧૧/ ૨૦૨૫ના તાલીમ આપી એસઆઈઆરની કામગીરીથી માહિતગાર કરવામાં આવ્યા છે. જેમાં બી.એલ.એ. પણ દૈનિક ધોરણે મતદારો પાસેથી ભરાયેલા વધુમાં વધુ ૫૦ ફોર્મ મેળવી બી.એલ.ઓ.ને આપી શકશે. બી.એલ.ઓ.ને બી.એલ.એ.ની યાદી તથા રાજકીય પક્ષોના પ્રતિનિધિને તા.૦૩/૧૧/૨૦૨૫ના બી.એલ.ઓ.ની યાદી પણ આપવામાં આવી છે. જેથી મતદારયાદીની કામગીરી કરવામાં સરળતા રહે.

મતદારોના નામ ડીલીટ થવાની શક્યતા હોય તેવા કિસ્સાઓમાં મુસદ્દારૂપ મતદારયાદીની પ્રસિદ્ધિ બાદ હકક-દાવા અને વાંધા અરજીઓ અને ગણતરી ફોર્મ પર નિર્ણય બાબતે તા.૦૯/૧૨/૨૦૨૫ થી તા.૩૧/૦૧/૨૦૨૬ સુધીનો સમય આપવામાં આવશે. જેથી મતદારયાદીમાંથી મતદારોના નામ ડીલીટ થવાની શક્યતા રહેશે નહી. તેમ જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh