Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રી મોટી હવેલી તથા મહાપ્રભુજીની બેઠકના ઉપક્રમે આયોજીત ધર્મોત્સવઃ
'છોટીકાશી' જામનગરમાં શ્રીમદ્ વલ્લભાચાર્યજીના પ૪૯ મા પ્રાકટ્યોત્સવની ઉજવણી નિમિત્તે શ્રી મોટી હવેલીના ગાદિપતિ પૂ.પા.ગો. શ્રી ૧૦૮ હરિરાયજી મહારાજની આજ્ઞાથી તથા પૂ.પા.ગો. શ્રી વલ્લભાચાર્યજી મહોદયની અધ્યક્ષતામાં વિવિધ વૈષ્ણવ સંગઠનોના માધ્યમથી બેે દિવસીય ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આજે સવારે શ્રી મોટી હવેલીએ મંગળા આરતી પછી વાહનો સાથે પ્રભાત ફેરી યોજાઈ હતી જે સેતાવડ, હવાઈચોક, ખંભાળિયા ગેઈટ, સુમેર ક્લબ રોડ, સાત રસ્તા, ગૌરવ પથ, ટાઉનહોલ, તીનબત્તી, બેડીગેઈટ, નાગનાથ ગેઈટ થઈ હવેલીની ગૌશાળા પાસેથી પસાર થઈ મહાપ્રભુજીની બેઠકે પૂર્ણ થઈ હતી. આ ઉપરાંત મહાપ્રભુજીની બેઠક પાસે પાલખી યાત્રા પણ યોજાઈ હતી. બહોળી સંખ્યામાં વૈષ્ણવો પ્રભાત ફેરી અને પાલખી યાત્રામાં જોડાયા હતાં અને 'વલ્લભાધીશ કી જય હો'નો નાદ્ ચોતરફ ગૂંજી ઊઠ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial