Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોષણયુક્ત આહાર વિશે જાગૃતિ ફેલાવવા અને
જામનગર તા. ૧૩: લોકોના આરોગ્ય અને સુખાકારીમાં સુધારો લાવવા, રોજિંદા આહારમાં કોદરા, જુવાર, બાજરી, રાગી વગેરે જેવા મિલેટ્સનો ઉપયોગ વધારવા અને આંગણવાડી કેન્દ્રોમાં અપાતા પોષણયુક્ત આહાર વિશે જાગૃતિ ફેલાવવાના હેતુથી લાલપુર આઈસીડીએસ ઘટક દ્વારા પોષણ ઉત્સવ-૨૦૨૫ અંતર્ગત એક અનોખી વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સેજા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવેલ કુલ ૩૬ બહેનોએ ભાગ લીધો હતો. તેમણે માતૃશક્તિ, બાલશક્તિ અને પૂર્ણા શક્તિમાંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગીઓ બનાવીને આકર્ષક સજાવટ સાથે પ્રસ્તુત કરી હતી અને ફાયદા સમજાવ્યા હતા. વાનગી સ્પર્ધા ઉપરાંત આ કાર્યક્રમમાં પોષણ શિક્ષણને વધુ રસપ્રદ બનાવવા માટે વિવિધ રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 'પોષણ રમત' અને 'સેલ્ફ પોર્ટ્રેટ દોરવા' જેવી પ્રવૃત્તિઓ યોજાઈ હતી. જેના દ્વારા બાળકો અને લાભાર્થીઓને પોષણનું મહત્ત્વ સરળતાથી સમજાવવામાં આવ્યું હતું. આ રમતોમાં ઉપસ્થિત મહાનુભાવો અને લાભાર્થીઓ એ પણ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંંગે તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણસિંહ જાડેજા, પ્રાંત અધિકારી સંજયસિંહ અસવાર, તાલુકા પંચાયત ઉપપ્રમુખ જેસાભાઈ કરંગીયા, બાળ વિકાસ યોજના અધિકારી જ્યોત્સનાબા જાડેજા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial