Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૧૮-૦૯-૨૦૨૫ ના સવારે ૧૦ કલાકે....
અમેરિકાના ટ્રમ્પ સરકારના પ્રતિનિધિ, પ્રમુખ વાટાઘાટકર્તા ભારત આવી પહોંચતા અને બન્ને દેશો વચ્ચે ટ્રેડ ડિલની ગૂંચ ઉકેલવાના પ્રયાસો વેગ પકડતાં ટૂંક સમયમાં ભારત - અમેરિકા વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડિલ થવાની અપેક્ષાએ આજે સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારોમાં ફંડોએ ફરી ઈન્ડેક્સ બેઝડ આક્રમક તેજી કરી હતી. સાથે સાથે યુએસ ફેડરલ રિઝર્વે દ્વારા વ્યાજ દરમાં ૨૫ બેસિસ પોઈન્ટના ઘટાડાની અસરે પણ ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો.
ચોમાસાની સારી પ્રગતિ છતાં ઘણા વિસ્તારોમાં અતિવૃષ્ટિની સ્થિતિએ ખેડૂતોને મોટા નુકશાનના અહેવાલોએ ગ્રામીણ માંગ અપેક્ષિત નહીં રહેવાના એક તરફ અંદાજો સામે જીએસટીમાં ઘટાડાનો આગામી સપ્તાહથી અમલ થવાની તૈયારી વચ્ચે ભારત સાથે ટ્રેડ ડિલ થવાથી વધારાની ૨૫% ટેરિફને ટ્રમ્પ સરકાર પાછી ખેંચશે એવી ધારણાએ ફંડો દ્વારા લેવાલી યથાવત્ રહેતા આજે ભારતીય શેરબજાર ઉછાળા સાથે કારોબાર કરી રહ્યું હતું.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૩૨%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૧૦% અને નેસ્ડેક ૦.૩૩% ઘટીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૭% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૭૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૩૩ અને વધનારની સંખ્યા ૨૦૫૫ રહી હતી, ૧૮૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર માત્ર મેટલ, કોમોડીટીઝ અને કેપિટલ ગુડ્સ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.
કોમોડિટી...
એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓક્ટોબર ગોલ્ડ રૂ.૧,૦૯,૧૮૦ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૦૯,૪૨૫ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૦૯,૧૫૭ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૬૧૮ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૧,૦૯,૨૦૪ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડીસેમ્બર સિલ્વર રૂ.૧,૨૫,૯૯૯ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૨૬,૬૧૪ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૨૫,૯૦૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૦૦૨ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૧,૨૫,૯૮૨ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....
આઈસીઆઈસીઆઈ બેન્ક (૧૪૨૭) : પ્રાઇવેટ બેન્ક સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૦૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૯૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૪૩ થી રૂ.૧૪૫૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.૧૪૫૭ ઉપર તેજી તરફી ધ્યાન...!!
ઓરબિન્દો ફાર્મા (૧૦૯૯) : એ/ટી +૧ ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૦૭૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૦૬૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૧૧૩ થી રૂ.૧૧૨૫ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!
અદાણી ગ્રીન (૯૮૬) : રૂ.૯૬૦ નો પ્રથમ તેમજ રૂ.૯૪૪ બીજા સપોર્ટથી પાવર જનરેશન સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૯૭ થી રૂ.૧૦૦૮ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!
ટાટા ટેક્નોલોજી (૭૨૧) : આઇટી ઇનેબલ્ડ સર્વિસીસ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૭૩૪ થી રૂ.૭૪૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ.૭૦૭ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!
બજારની ભાવિ દિશા.... મિત્રો, ક્રૂડતેલના ભાવમાં વૈશ્વિક સ્તરે થતી બેતરફી અફડાતફડી ભારતીય શેરબજાર માટે મહત્વની સાબિત થાય છે, કારણ કે ભારત પોતાની ઊર્જાની જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત પરથી પૂરો કરે છે. હાલના પરિબળો પ્રમાણે જો ક્રૂડ ૬૦ ડોલરથી નીચે ઉતરે છે તો ભારતીય અર્થવ્યવસ્થાને મોટો ફાયદો થશે. ઓઈલ આયાતનું બિલ ઘટવાથી કરન્સી પરનો દબાણ હળવો થશે, મોંઘવારીમાં ઘટાડો થશે અને વ્યાજદરની નીતિ માટે રિઝર્વ બેન્કને પણ વધુ લવચીકતા મળશે. આવી સ્થિતિમાં બેન્કિંગ, ઓટોમોબાઇલ, એવિએશન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એફએમસીજી જેવા સેક્ટર ભારતીય શેરબજારમાં આગેવાની લઈ શકે છે.
જો કે, વૈશ્વિક સ્તરે ઓપેક દ્વારા ઉત્પાદનમાં ઘટાડાની સંભાવના તથા રશિયા - અમેરિકા વચ્ચેની નીતિગત ખેંચતાણ ફરી ભાવમાં ઉછાળો લાવી શકે છે. આવી અસ્થિરતા ભારતીય બજારમાં શોર્ટ ટર્મ વોલેટિલિટી ઊભી કરી શકે છે, ખાસ કરીને ઓઈલ એન્ડ ગેસ સેક્ટર, મેટલ્સ અને પાવર જેવા ઈન્ડસ્ટ્રીઝ પર તેની સીધી અસર પડી શકે છે. તેથી આગામી દિવસોમાં ભારતીય શેરબજાર માટે દિશા મોટાભાગે વૈશ્વિક ક્રૂડતેલની ચાલ અને જીઓ-પોલિટિકલ પરિસ્થિતિ પર આધારિત રહેશે.