Advertisement
Author: નોબત સમાચાર

મોટા થાવરીયા પાસે મહિલાઓના પદયાત્રી સંઘને ક્રેઈનની ઠોકરઃ એક પ્રૌઢાનું નિપજ્યું મોત

સ્કૂટરની ઠોકરે ચઢેલા યુવતીને થઈ ગયું હેમરેજઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: જામગનર નજીકના મોટા થાવરીયા ગામના પાટીયા પાસે શનિવારે રાત્રે ચાલીને દ્વારકા જતા મહિલાઓના સંઘને પાછળથી આવેલી એક ક્રેઈને હડફેટે લેતા રાજકોટના એક વૃદ્ધાનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. રણજીતસાગર રોડ પર હર્ષદ મીલની ચાલી પાસે રીક્ષામાં બેસી રહેલા એક પરિણીતાને સ્કૂટરે ટક્કર મારતા તેણીને હેમરેજ થઈ ગયું છે.

જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર આવેલા મોટા થાવરીયા ગામના પાટીયા પાસેથી શનિવારે રાત્રે દસેક વાગ્યે મૂળ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ગઢડીયા ગામના વતની અને હાલમાં રાજકોટમાં આજી ડેમ પાસે રહેતા વલ્લભભાઈ રામાભાઈ ખટાણા નામના યુવાનના માતા જેઠીબેન રામાભાઈ તેમજ વલ્લભભાઈના ફઈના દીકરી રાધાબેન ગભરૂભાઈ અને કમુબેન, આરતીબેન નામના વ્યક્તિઓ ચાલીને દ્વારકા તરફ આગળ વધી રહ્યા હતા.

આ મહિલાઓના સંઘને અચાનક પાછળથી ધસી આવેલી સી.જી. ટેન એએસ-૩૬૬૫ નંબરની ક્રેઈનના ચાલકે હડફેટે લીધા હતા. ક્રેઈનની ટક્કરથી રોડ પર પછડાયેલા જેઠીબેનને માથામાં ગંભીર ઈજા થતા તેઓનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે રાધાબેનને પગમાં ગંભીર ઈજા થઈ છે. વલ્લભભાઈએ પંચકોશી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના રણજીતસાગર રોડ પર મારવાડી વાસમાં રહેતા દિવ્યાબેન કમલેશભાઈ સોલંકી નામના મહિલા અને તેમના સાસુ-સસરા શનિવારે સાંજે રોડ ક્રોસ કરીને એક રિક્ષામાં બેસી રહ્યા હતા ત્યારે જીજે-૧૦-ડીએચ ૧૦૪૬ નંબરના એક્ટીવા સ્કૂટરે તેઓને હડફેટે લીધા હતા. જેમાં દિવ્યાબેનને હેમરેજ થઈ ગયું છે. સ્કૂટરચાલક સામે ગુન્હો નોંધાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh