Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અગાઉની ફરિયાદ પાછી લેવાનું કહી કરાયો હુમલોઃ
જામનગર તા. ૩: જામનગરના સુમેર કલબ રોડ પર બુધવારની રાત્રે એક યુવાન પર તેના પત્ની સહિત પાંચ મહિલાએ ઝારા, તવા, હથોડી, ઢીકાપાટુથી હુમલો કરી આડેધડ માર માર્યાે હતો. આ બાબતનો વીડિયો વાયરલ થયો હતો. આ યુવાને ગઈકાલે પાંચ મહિલા તથા બે શખ્સ સામે પોલીસમાં ફરિયાદ નોંધવી છે.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલી નવી નિશાળ પાસે રહેતા અને કપડાનો વ્યવસાય કરતા વસીમ હાજીભાઈ ખફી ઉર્ફે બંટી (ઉ.વ.૩પ) નામના યુવાન બુધવારે રાત્રે સાડા અગિયારેક વાગ્યે સુમેર કલબ રોડ પર આવેલી બેંક ઓફ બરોડાની શાખા પાસેથી જતા હતા ત્યારે ત્યાં ધસી આવેલા તેના પત્ની સહેનાઝબેન અને અન્ય રસીદાબેન ગુલઝાર ખફી, અંજુમબેન અનવર ખફી, રાભીયાબેન શબ્બીર જુમાણી, સમીમબેન શબ્બીર જુમાણી નામના પાંચ મહિલાએ રસોઈ કરવાના ઝારા, તવા, હથોડી તથા ઢીકાપાટુથી હુમલો કરી માર માર્યાે હતો.
ઉપરોક્ત હુમલાનો વીડિયો કોઈએ ઉતારી લઈ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યાે હતો. હુમલામાં ઘવાયેલા વસીમ ખફીને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. આ યુવાનને આંખ પાસે ઈજા થવા ઉપરાંત નાક, બંને હાથ, પગ તથા ખભ્ભામાં પણ ઈજા થઈ છે. તેણે ગઈકાલે સિટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ વસીમને અનવર કાસમ ખફી ઉર્ફે અન્ના સાથે બોલચાલનો સંબંધ હતો તે બાબતે વસીમ અને તેના પત્ની વચ્ચે ઝઘડા થતા હતા. તે પછી સહેનાઝબેન, રસીદાબેન, અંજુમબેન, અનવર ખફી અને ઈકબાલ કાસમ ખફી સામે અગાઉ વસીમે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તે બાબતનો ખાર રાખી અનવર તથા ઈકબાલ ખફીના કહેવાથી બુધવારની રાત્રે પાંચ મહિલાઓએ હુમલો કરી માર માર્યાે હતો. પોલીસે સાતેય સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial