Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમેરિકા,ઈઝરાયલ-ઈરાન વચ્ચે સર્જાયેલી યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ
હાલમાં ઈરાન તથા અમેરિકા-ઈઝરાયલ વચ્ચે સર્જાયેલી યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના સૌથી લાંબા દરિયા કિનારા પર સુરક્ષા સુદૃઢ બનાવવા માટે પેટ્રોલિંગ ઘનિષ્ઠ બનાવવામાં આવ્યું છે. તેના ભાગરૂપે જામનગર જિલ્લાના નવા તથા જૂના બેડી બંદર, રોઝી બંદર, ખારાબેરાજા, માધાપર-જોડિયા ભુંગા તેમજ એરફોર્સ ફાયરીંગ રેન્જના દરિયાઈ વિસ્તારમાં એટીએસ અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિર્દેશક અમિતકુમાર વિશ્વકર્મા તેમજ મરીન ટાસ્કફોર્સના મહાનિરીક્ષક પી.એલ. માલ તથા મરીન ટાસ્કફોર્સ-હજીરાના અધિક્ષક એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ જામનગર મરીન ટાસ્કફોર્સના ઈન્સ. ડી.આર. યાદવ અને મરીન કમાન્ડોએ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. મરીન કમાન્ડોની જુદી જુદી ટીમે ફૂટ પેટ્રોલિંગ અને બોટ પેટ્રોલિંગ કરી કેટલીક જગ્યાઓને ચકાસવા ઉપરાંત શંકાસ્પદ ઈસમોની પૂછપરછ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial