Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટચલી આંગળી પર પર્વત ઉઠાવીને ગોપાલકોની રક્ષા
દ્વારકા તા. ૨૭: ભગવાન શ્રીકૃષ્ણના બાલ્યકાળમાં કરેલી લીલાઓ પૈકી ગોવર્ધન પર્વત ઉઠાવી વ્રજવાસીઓના જાન-માલનું રક્ષણ કરવા બદલ દર વર્ષે શ્રીકૃષ્ણ મંદિરોમાં ગોવર્ધન પૂજા કરવામાં આવે છે. દ્વારકાધીશ જગતમંદિરમાં પણ ગોવર્ધન પૂજા કરવામાં આવી હતી. જગતમંદિરના નેતાજી પૂજારીના જણાવ્યાનુસાર દર વર્ષે અન્નકૂટ મનોરથોની શરૂઆત નવવર્ષની શરૂઆતમાં ગોવર્ધન પૂજાના ઉપલક્ષ્યમાં કરવામાં આવે છે. ગોવર્ધન પૂજા નિમિત્તે ઠાકોરજી સમક્ષ ગાયના છાણનું લીપણ કરી તેમાં પૂજા સામગ્રી અર્પણ કરી વિશેષ પૂજન અર્ચન તથા આરતી કરવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણે વ્રજવાસીઓને ઈન્દ્રદેવના વર્ષારૂપી પ્રકોપથી બચાવવા તથા ઈન્દ્રનો ઘમંડ તોડવા કનિષ્ઠા (ટચલી આંગળી) પર વિશાળ ગોવર્ધન પર્વતને ઉઠાવી તેની નીચે સમગ્ર ગ્રામજનો તથા પ્રાણીઓને વર્ષાથી રક્ષણ આપી અનોખી લીલા કરી હતી. જે બદલ સમગ્ર વ્રજવાસીઓ દ્વારા બાલકૃષ્ણ પ્રત્યે તેમની કૃતજ્ઞતા દર્શાવવા ઘરેઘરથી મીઠાઈ સહિતના વ્યંજનો અર્પણ કરી અન્નનો પહાડ (અન્નકૂટ) રચવામાં આવ્યો હતો. ત્યારથી અન્નકૂટ મનોરથની પરંપરાની શરૂઆત થઈ હતી જે આજે પણ દર વર્ષની શરૂઆતમાં ગોવર્ધન પૂજા બાદ દ્વારકાધીશ મંદિરમાં વિક્રમ સંવતના નવા વર્ષનો પ્રથમ અન્નકૂટ મનોરથ યોજવાની પરંપરા છે. દ્વારકાધીશ મંદિરમાં સવારે ગોવર્ધન પૂજા તથા સાંજે અન્નકુટ મનોરથ દર્શનનો બહોળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો. પુષ્ટિમાર્ગ સંપ્રદાય, ગૌડીય સંપ્રદાય અને સ્વામિનારાયણ સંપ્રદાય સહિતના શ્રીકૃષ્ણ ભકતોના સંપ્રદાયોમાં ગોવર્ધન પૂજા અને અન્નકુટ મનોરથ એક મહત્ત્વપૂર્ણ તહેવાર તરીકે દર વર્ષે ઉજવવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial