Advertisement
Author: નોબત સમાચાર

સ્વામીનારાયણનગર પાછળ પડેલી મોટરમાંથી ઈંગ્લીશ દારૂની ૩૬ બોટલ કબજે કરતી એલસીબી

મોટરના ચાલક, માલિકની શોધ આરંભાઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: જામનગરના સ્વામીનારાયણ નગર વિસ્તારની પાછળ એક મંદિર નજીક પડેલી મોટરમાં દારૂ હોવાની બાતમી પરથી ત્રાટકેલી એલસીબીએ તે મોટરની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૩૬ બોટલ મળી આવી હતી. બોટલ, મોટર કબજે કરી તેના માલિક, ચાલકની શોધ આરંભાઈ છે.

જામનગરના નાગનાથ નાકા વિસ્તારમાં આવેલા સ્વામીનારાયણનગરની પાછળ મામાના મંદિર નજીક એક મોટર પડી હોવાની અને તેમાં દારૂનો જથ્થો હોવાની બાતમી એલસીબીના કિશોર પરમાર, ધર્મેન્દ્રસિંહ, ભરત ડાંગરને મળતા પીઆઈ વી.એમ. લગારીયાને વાકેફ કરાયા પછી એલસીબી ટીમ ત્યાં ધસી ગઈ હતી.

આ સ્થળે પડેલી જીજે-૩-એફકે ૮૬૯૪ નંબરની આઈ-૨૦ નંબરની તલાશી લેતા તે મોટરમાંથી ઈંગ્લીશ દારૂની ૩૬ બોટલ મળી આવી હતી. એલસીબીએ રૂ।.૧, ૧૧,૨૪૦ની કિંમતનો દારૂ બોટલ, રૂ।.અઢી લાખની મોટર કબજે કરી મોટરના ચાલક, માલિકની શોધ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh