Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જાજરમાન અને ગૌરવવંતી
ખંભાળીયા તા. ૧૬: ખંભાળીયામાં આઝાદીના સમય પહેલા જામનગરના રાજવી જામ રણજીતસિંહ દ્વારા અંગ્રેજોના સમયમાં ખંભાળીયામાં દાતા ગોપાલજી વાલજી જેરાજાણીના પરિવારના આર્થિક સહયોગથી તે સમયના સવા લાખ રૂપિયામાં ભવ્ય અને રાજમહેલ જેવી જીવીજે હાઈસ્કૂલ બનાવેલી જે એક સમયે ખંભાળીયાની એકમાત્ર હાઈસ્કૂલ હતી, જે હાઈસ્કૂલમાં આઈ.એ.એસ. સચિવ પી.વી.ભટ્ટ, હાલના સાંસદ પરિમલ નથવાણી, ધારાસભ્ય મેઘજીભાઈ કણઝારીયા, પૂર્વ મંત્રી હકુભા જાડેજા સહિતના વિશ્વના અનેક દેશોમાં હાલ વસતા લોકો આ શાળાના વિદ્યાર્થીઓ છે.
ખૂબ જ ભવ્ય અને જે શાળાનું પરિણામ મુંબઈ રાજ્યમાં ખંભાળીયા હતું ત્યારે ૧૦૦ ટકા આવતું તથા કડક શિસ્ત માટે જાણીતી આ હાઈસ્કૂલમાં એક સમયે ૨૫/૩૦ વર્ગો હતા, તે પછી ૨૦૦૧ના ભૂકંપમાં આ જુનું બિલ્ડીંગ જર્જરીત થઈ ગયું અને પાછળના ભાગમાં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પ્રયાસોથી કરોડોનું બિલ્ડીંગ પણ બનાવાયું.
જુનું બિલ્ડીંગ જર્જરીત હોય, તોડી પાડવા માટે હૂકમ કરાયો હતો, પણ જીવીજે હાઈસ્કૂલના પૂર્વ શિક્ષકો તથા પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા એક લાં......બી લડત શરૂ કરાઈ. આ બિલ્ડીંગને બચાવવા તથા પુરાતન જીવીજે હાઈસ્કૂલનું હિત રક્ષક સમિતિ પણ બની હતી. ડો. વી.કે.નકુમ, સ્વ. ડી.એમ.ભટ્ટ, સ્વ.નરોત્તમભાઈ, હિતેન્દ્ર આચાર્ય, ધીરેનભાઈ બદીયાણી દ્વારા જહેમત શરૂ થઈ હતી. જેમાં સાંસદ પૂનમબેન માડમ, તત્કાલીન મંત્રી હકુભા જાડેજા, રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી, પૂર્વ મંત્રી મૂળુભાઈ બેરા વિગેરેની મદદ તથા સમિતિના સદસ્યોની વારંવાર રજૂઆતો તથા ઝારખંડ તથા ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જસ્ટીસ પ્રદીપ ભટ્ટની જહેમત રંગ લાવી હતી તથા કરોડોના ખર્ચે આ જીવીજે હાઈસ્કૂલનો પુરાતન રૂપમાં જે સ્થિતિમાં મૂળ બિલ્ડીંગનો ભાગ હતો તે જ રીતે લાકડું પથ્થર વાપરીને તેજ ડિઝાઈનમાં તેનું નવું રૂપ કરવાનું નક્કી થયું અને મૂળ જોડીયા (જામનગર)ના સવાલીભાઈ કોન્ટ્રાકટર દ્વારા આ અદ્ભુત નવું સ્વરૂપ તૈયાર થયું જેનું ગઈકાલે લોકાર્પણ થયું હતું.
ઉલ્લેખનિય છે કે વિશાળ જીવીજે હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં તેના બિલ્ડીંગમાંજ અગાઉ જિલ્લા પોલીસ વડા સહિતની ચાર-પાંચ કચેરીઓ કાર્યરત હતી તથા હાલ આ નવીનીકરણવાળા બિલ્ડીંગમાં જિલ્લા શિક્ષણ તાલીમભવન કાર્યરત છે. જ્યારે અન્ય બિલ્ડીંગમાં જીવીજે હાઈસ્કૂલ તથા પાસે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી પણ કાર્યરત છે.
અગાઉ જ્યાં હાઈસ્કૂલ હતી તે પ્રાચીન બિલ્ડીંગમાં હવે પી.ટી.સી. કે બી.એડ કોલેજના છાત્રો અભ્યાસ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial