Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં મનોદિવ્યાંગ બાળકોની સંસ્થા
જામનગર તા. ૧૧: જામનગરના એક પ્રોફેસર દંપતી દ્વારા ખૂબજ સરાહનીય અને પ્રેરણાદાયી પગલું લેવામાં આવ્યું છે, અને માનસિક ક્ષતિ દિવસે જામનગરના ૐ ટ્રેનિંગ સેન્ટરમાં મનો દિવ્યાંગ બાળકોની મદદે આવ્યા છે. તેઓના સેન્ટરના એક વર્ષના લાઈટ બિલનું ચૂકવણું કરીને સંતોષ વ્યક્ત કર્યો હતો.
જામનગરની પંચવટી કોલેજમાં સેવા આપી ચૂકેલા ખૂબ જ જાણીતા પ્રોફેસર પી.બી. જાડેજા તેમજ પ્રોફેસર ભારતીબા પી.જાડેજા કે જેઓએ ખરેખર વિશ્વ વિકલાંગ દિવસની વિશેષરૂપે ઉજવણી કરી છે. જામનગરના ૐ ટ્રેનિંગ સેન્ટરના મનોદિવ્યાંગ બાળકોની સંસ્થામાં આવેલું છેલ્લા એક વર્ષનું લાઈટ બિલ જે રૂ. ૪૨,૦૦૦ આવ્યું હતું. આ લાઈટ બિલની ચૂકવણી કરીને મનોદિવ્યાંગ માટે કામ કરતી સંસ્થામાં મદદ કરી વિશ્વ વિકલાંગ દિવસની વિશેષરૂપે ઉજવણી કરીને સંતોષ વ્યક્ત કર્યો હતો.
સંસ્થાના આ ખર્ચને પહોંચી વળવા માટે મદદરૂપ થનાર પ્રોફેસર પી.બી. જાડેજા તેમજ પ્રોફેસર ભારતીબા પી.જાડેજા નો ૐ ટ્રેનિંગ સેન્ટરના ટ્રસ્ટીઓ તેમજ ફાઉન્ડર ડીમ્પલબેન મહેતા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો છેેે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial